છોટાઉદેપુર જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ સ્વીપ અંતર્ગત યોજાઈ રહ્યા છે વિવિધ જાગૃતિ કાર્યક્રમો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના
મતદારોમાં મતદાન અંગે જાગૃત્તિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.બી.ચૌધરી તથા સ્વીપના નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આનંદકુમાર પરમાર દ્વારા મતદાર જાગૃતિ અર્થે અભિનવ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત જિલ્લાની શાળા-કોલેજોમાં નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, પોસ્ટર મેકિંગ સ્પર્ધા તથા મતદાર જાગૃતિ રેલી, શેરી નાટકો વગેરે જેવા દ્વારા કાર્યક્રમો દ્વારા મતદાન અંગે જાગૃતતા ફેલાવવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ઈ.વી.એમ નિદર્શન વાન દ્વારા વિવિધ વિસ્તારમાં ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી તથા ઇ.વી.એમના લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ દ્વારા ગામે ગામ લોકોની મુલાકાત લઈને તેમને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે, તેમજ જિલ્લામાં યોજાતા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમ દરમિયાન અવશ્ય મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવી રહ્યા હોવાનું સ્વીપના નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આનંદકુમાર પરમારે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here