છોટાઉદેપુર જિલ્લાના સિલોડ કીકાવાડા ગામે બકરી માટે ચારો લેવા ગયેલ બે કિશોરો પાણીમાં ડૂબ્યા એકનું મોત

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર તાલુકાના સિલોડ કીકાવાડા ગામે બકરીને ખાવા માટેનો ચારો લેવા જતા નદીમાં પગ સ્લીપ થતા બે કિશોરો પાણીના ઊંડા ખાડામાં ડૂબી ગયા હતા. સદર બાબતે ગ્રામલોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે પોહચી ગઈ હતી. અને છોટાઉદેપુર ફાયર વિભાગની યુવરાજસિંહ ગોહિલની ટિમ અને ગ્રામ જનોના દ્વારા શોધખોળ કરી સૈયુક્ત રીતે એક 15 વર્ષના કિશોરને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે એક 17 વર્ષના કિશોર નું મોત નીપજ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાના સિલોડ કીકાવાડા ગામે બકરી માટે ચારો લેવા બે બાળકોના પગ નદીમાં લપસી જતા ડૂબી ગયા હતા જે જેમાં હરિજન તુષારભાઈ મહેશભાઈ ઉ વર્ષ 17 નું મોત નીપજ્યું હતું. સદર ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઇ હતી. અને ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર મરનાર કિશોર હરિજન તુષારભાઈ ખટાશ ગામનો વતની હોય જેઓ તેના મામા દિનેશભાઇના ઘરે કીકવાડા આવ્યા હતા. અને હાલ વડોદરા ખાતે રહેતા હતા. સમગ્ર ઘટના બનતા કીકાવાડા ગામ તથા આસપાસના વિસ્તારમાં તથા ભારે ગમગીની ફેલાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here