નર્મદા જીલ્લાના ઢેફાં ગામ પાસેથી વિદેશી દારૂનો જથ્થો મોટર સાયકલ ચાલક પાસેથી ગરૂડેશ્વર પોલીસે ઝડપી પાડયો

ગરૂડેશ્વર, (નર્મદા) આશિક પઠાણ :-

વિદેશી દારૂ સહિત મોટર સાયકલ મળી 53200 નો મુદ્દામાલ જપ્ત

નર્મદા જિલ્લા માં વિદેશી દારૂનું મોટાં પ્રમાણ માં હેરફેરી કરવામા આવતી હોય ને જીલ્લા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે,પોલીસ દ્વારા પોતના બાતમીદારો ને પણ કામે લગાડવામાં આવ્યા છે ત્યારે આજરોજ ગરૂડેશ્વર તાલુકા ના ઢેફાં ગામ પાસે થી મોટર સાયકલ ઉપર વિદેશી દારૂનો જથ્થો લય પસાર થતા એક યુવાન ને ગરુદેસ્વર પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી એમ. પરમાર સહિત ના સ્ટાફે ઝડપી પાડયો હતો.

બનાવ ની વાત કરીએ તો ગરૂડેશ્વર પોલીસ મથક ના તાબા હેઠળ ના ઢેફાં ગામ ગામ ની ચોકડી પાસે થી એક મોટર સાયકલ ચાલક પસાર થતા તેની પૂછપરછ કરતાં તેણે તેનું નામ મુન્નાભાઈ ખુશાલભાઈ ડુંગરા ભીલ હાલ રહે. ઇન્દ્રમાં તા. તિલકવાડા મુળ રહે. કુકલડા તા. નસવાડી જિલ્લો. છોટાઉદેપુર નો હોવાનું જણાવ્યું હતું,આ યુવાન પાસે ના થેલાઓ માંથી વિદેશી દારૂ ના કાંચ ના હોલ, પ્લાસ્ટિક ના હોલ વિવિઘ બ્રાન્ડ ના તેમજ બિયર અને ક્વાર્ટરયા મળી આવ્યાં હતાં. પોલીસે કુલ રૂપિયા 25200 નો વિદેશી દારૂ મોબાઈલ કિંમત રૂ. 3000 મોટર સાયકલ કિંમત રૂ. 25000 મળી રૂપિયા 53200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ વિદેશી દારૂનો વેપલો કરવામાં કોણ કોણ સંડોવાયેલા છે તેની માહીતી મેળવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here