છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાની ચીમલી પ્રાથમિક શાળાનાં ધોરણ-6થી 8 નાં વિદ્યાર્થીઓનો પ્રવાસ યોજાયો

પાવીજેતપુર, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) પ્રાયોજિત ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા આયોજીત સાયન્સ સિટી અમદાવાદ ખાતે 28/02/2023 ને મંગળવારના રોજ છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાની ચીમલી પ્રાથમિક શાળાનાં ધોરણ-6થી 8 નાં વિદ્યાર્થીઓનો પ્રવાસ યોજાયો.જેમા આવવા જવા માટે સરકારી એસ.ટી.બસ તથા સાયન્સ સિટીના જુદાં જુદાં વિભાગોનુ નિદર્શન સહીત પ્રવાસનો તમામ ખર્ચ લોક ઉત્થાન કેન્દ્ર દ્વારા આપવામાં આવ્યો.
જેમાં જમવાનો ખર્ચ વિદ્યાર્થીઓ માથે હતો જે ખર્ચ ચીમલી શાળાના તમામ શિક્ષકોએ ઉપાડી લીધો અને એક બાળકના 70 રૂપિયા લેખે ત્રિમંદિર અડાલજ ખાતે જમાડવામાં આવ્યા આમ તમામ બાળકોને મફતમાં સમગ્ર પ્રવાસ કરાવવામાં આવ્યો.
જેમાં ત્રિમંદિર અડાલજની બાજુમાં આવેલી વર્લ્ડ હેરિટેજ અડાલજની વાવ પણ બતાવવામાં આવી.
28 ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસ નિમિત્તે સાયન્સ સિટી દ્વારા ડ્રોઈંગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ચીમલી પ્રાથમિક શાળાનાં તમામ બાળકોએ ભાગ લીધો જેમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબરના 3 બેસ્ટ ચિત્ર દોરનાર બાળકોને સર્ટીફીકેટ તથા કીટ અને તમામ બાળકોને ચિત્રની શૈક્ષણિક કીટ ઈનામમાં આપવામાં આવી.બાળકોને ગુજરાતના સૌથી મોટા મેગાસીટી અમદાવાદ શહેર, સાયન્સ સિટી અને અડાલજની વાવ જોઈને જ્ઞાન ની વૃદ્ધિ ની સાથે પ્રવાસ માં ખૂબ જ મજા પડી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here