છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના બૈડીયા ગામે જીવંત વીજ વાયરથી ભેંસનું થયું મોત

કવાંટ, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

કવાંટ તાલુકાના બૈડીયા ગામે રેઠી ફળિયા માં સવારે આશરે 8 થી 9 સવારે ના સમયે હાઈટેંશન વીજ લાઈન નો વાયર તૂટી પડ્યો હતો, ત્યારે સનજુ ભાઈ નજુભાઈ ની ભેંસ ચરવા માટે જઈ રહી હતી ત્યારે જમીન પર પડેલા જીવન્ત વીજ વાયર ઉપર પગ પડી જતાં ભેંસ ને વીજ કરંટ લાગ્યો હતો,
લાઈન તૂટી પડી હોવા છતાં વીજ પુરવઠો બંધ નહીં કરવામાં આવતા ભેંસ ને વીજ વાયર સ્પર્શ થવાંથી. ભેંસ નો પગ બળી જવા પામ્યો હતો અને ભેંસ નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું,

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ગરમી નું પ્રમાણ વધુ હોય અને થોડા સમયમાં ચોમાસુ આવનાર હોય, ઘણી જગ્યાએ વીજ વીજ પોલ ઝૂકી ગયેલા છે અને ઘણી જગ્યાએ વીજ વાયરો લબડી પડેલા છે તેમજ કેટલીક વીજ લાઈન માં ઝાડ ની દાળખીઓ ભરાય ગયેલી છે આવી વીજ લાઈન રીપેર કરવું ખૂબ જરૂરી છે,, પરંતુ. વીજ કંપની આ બાબતે ધ્યાન નહીં આપતા આવી ઘટનાઓ વારંવાર બનવા પામતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here