શહેરા પોલીસ દ્વારા સફેદ પથ્થર ભરેલી ટ્રક પકડવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ…

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા પોલીસ દ્વારા RTO મેમો આપવામાં આવ્યો

શહેરા તાલુકાના પૂર્વ વિભાગમાં સફેદ પથ્થરનો ભરમાર રહેલો છે જેમાં શહેરા તાલુકામાં ખનીજ માફિયાઓ દ્વારા શહેરા સફેદ પથ્થર ભરી ગોધરા ખાતે આવેલી ફેક્ટરીઓમાં ખાલી કરવામાં આવે છે જેમાં અગાઉ સમયમા શહેરા મામલતદાર દ્વારા શહેરા ના વાઘજીપૂર વિસ્તારમાંથી સફેદ પથ્થર ભરેલી ટ્રક પકડવામાં આવી હતી ત્યારે ગઈ કાલના સાંજના સમયે શહેરા પી.આઈ.કે.પી.ખરાડી શહેરા નગરના અણિયાદ ચોકડી વિસ્તારમાં ટ્રાંફિકની સમસ્યાને લઈ ટ્રાંફિક દ્રાઈવ ચલાવતા હતા ત્યારે શહેરા અણિયાદ ચોકડી વિસ્તારમાંથી એક ટ્રકમાં સફેદ પથ્થર ભરેલી ટ્રક GJ18 AT 8231 ગોધરા તરફ લઈ જઈ રહયા હતા ત્યારે શહેરા પોલીસ સ્ટાફ દ્વારા તેને પીછો કરી શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફીસ પાસે પકડવામાં આવી હતી જેમાં ટ્રકમા ભરેલ સફેદ પથ્થર અંગે પાસ પરમીટ માંગતા મળી આવી ન હતી ત્યારે શહેરા પોલીસ દ્વારા સફેદ પથ્થર ભરેલી ટ્રક શહેરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી ત્યારબાદ બે કલાક ઉપરાંત સમય વીતતા ટ્રક માલિક દ્વારા પાસ પરમીટ રજૂ કરવામાં આવી હતી ત્યારે હવે સવાલો એ ઉભા થાય છે કે બે કલાક બાદ સફેદ પથ્થર ભરેલા આ ટ્રક માલિક દ્વારા આ પાસ પરમીટ ક્યાંથી લાવવામાં આવી હશે જો પાસ પરમીટ સાચી હતી તો ટ્રક મા કેમ ન હતી જો પાસ પરમીટ મહીસાગર જીલ્લાની હતી તો સુ શહેરા પોલીસે ટોલનાકાની પાવતી લીધી હશે ખરા સુ ખરેખર આ બધા કાગડો લીધા હોય તો RTO મેમો કેમ અને જો RTO મેમો આપવામાં આવ્યો હોય તો સફેદ પથ્થર ભરેલો ટ્રક રાતો રાત ખાલી કેમ કરવામાં આવ્યો આવા ઘણા સવાલો લોક મુખેના ચર્ચાનો વિષય બની પવન વેગે ફેલાઈ રહ્યા છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here