આમ આદમી પાર્ટી ધોરાજી તાલુકા દ્વારા તલાટી મંત્રીને છાડવાવદર ગામની સાફ સફાઇ અને લોકપ્રશ્ન બાબતે આવેદનપત્ર આપવામા આવ્યુ…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

પ્રવર્તમાન સમયમાં કોરોનાનો પ્રકોપ મહદઅંશે આથમતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો, ત્યારે ચોમાસાના અંતે વરસી રહેલ વરસાદ ના કારણે ખાડા ખાબોચીયાઓ ઉભરાઈ ગયા છે જેથી સંગ્રહિત પાણીમાં જીવ જંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે અને જીવ જંતુઓના વધારાના કારણે ઠેર ઠેર પાણીજન્ય રોગોનો રાફડો ફાટી નીકળ્યો છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યૂ જેવા જીવલેણ રોગોના અનેક કેસો સામેં આવી રહ્યા છે જેને ધ્યાનમાં લઈ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તેજસ ભાઈ ગાજીપરા અને જીલ્લા સંગઠન મંત્રી જનકભાઈ ડાંગર જીલ્લા ઉપપ્રમુખ મોવલીક ભાઈ ગેડિયા ના માર્ગદર્શન હેઠળ ગત સોમવાર ના રોજ આમ આદમી પાર્ટી ધોરાજી તાલુકા દ્વારા તલાટી મંત્રી શ્રીને છાડવાવદર ગામની સાફ સફાઇ અને લોકપ્રશ્ન બાબતે આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here