છોટાઉદેપુર : છેલ્લા ત્રણ વર્ષથી પ્રોહીબીશનના ગણનાપાત્ર કેસમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પાનવડ પોલીસ

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

ધર્મેન્દ્ર શર્મા , પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, નાઓએ પ્રોહીબીશન/જુગારના ગણનાપાત્રમાં કેસોમાં નાસતા ફરતા આરોપીઓ તથા પકડવાના બાકી આરોપીઓને પકડી પાડી અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જેના આધારે, નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સુર્યવંશી તથા વી.એસ.ગાવીત સર્કલ પો.ઇન્સ. સાથે સંકલનમાં રહી છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તથા જીલ્લા બહારના આરોપીઓની ઘરકપડ કરી કામગીરી કરવા સુચના આપેલ જે અનુસંધાને ઈન્ચાર્જ પો.સ.ઈ. સી.એમ.ગામીત નાઓ નાસતા ફરતા આરોપીઓ પકડવાની ટીમ સાથે આરોપીઓ પકડવાની કામગીરીમાં પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે પાનવડ પોલીસ સ્ટેશન પાર્ટ-સી ગુ.ર.નં-૧૧૧૮૪૦૧૦૨૧૦૦૪૦/૨૦૨૧ પ્રોહીબીશન કલમ ૬પ એ ઇ, ૮૩,૮૧ મુજબના ગણનાપાત્ર ગુન્હાના કામે પકડવાનો બાકી આરોપી દિનેશભાઇ કલેસીંગભાઇ રાઠવા રહે. કનલવા, ઘેડીયા આંબા ફળીયા, તા.ક્વાંટ, જી.છોટાઉદેપુર નાઓ પોતાના ઘરે આવેલ છે તેવી બાતમી હકીકત આધારે ઇસમને તેના ઘરેથી પકડી પાડવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here