સુખિયાપુરી પ્રાથમિક શાળા દ્વારા પંચમહાલ જિલ્લાની સૌથી મોટી પંચામૃત ડેરીની મુલાકાત યોજાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ગતરોજ સુખિયાપુરી પ્રાથમિક શાળા દ્વારા ગોધરા નગરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ધોરણ ૫ થી ૮ના કુલ ૫૨ જેટલા બાળકોને પંચમહાલ જિલ્લાની સૌથી મોટી પંચામૃત ડેરીની મુલાકાત કરાવવામાં આવી હતી,આ ઉપરાંત ગોધરા જી.આઈ.ડી.સી.માં આવેલ પાણીની ટાંકી બનાવતી ફેક્ટરી, પદ્માવતી ફરસાણ ગૃહ ઉદ્યોગની પણ મુલાકાત યોજવામાં આવી હતી.એટલું જ નહી,બાળકોને પદ્માવતી ગૃહ ઉદ્યોગના માલિક રણછોડભાઈ દ્વારા બપોરે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.વળી, પદ્માવતી ગૃહ ઉદ્યોગમાં સંકળાયેલ બહેનો દ્વારા શાળાના બાળકોને નોટબૂક અને બોલપેનની ભેટ પણ આપવામાં આવી હતી. બાળકોમાં શિક્ષણની સાથે બાહ્ય જ્ઞાન વધે તથા અન્ય ધર્મોના દેવ સ્થાનોથી અવગત બને તે હેતુથી ગોધરા સ્થિત રેલવે સ્ટેશન તથા ત્રિમંદીરની પણ મુલાકાત યોજવામાં આવી હતી.શાળા દ્વારા આયોજિત આ નાનકડાં પર્યટનમાં શાળાના શિક્ષકો, બાળકો તથા ગામના ઉત્સાહી એસ.એમ.સી.અધ્યક્ષ દિલીપભાઈ પણ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here