પંચમહાલ જિલ્લામાં લશ્કરી ભરતી મેળાની પૂર્વે તૈયારી માટે તાલીમ વર્ગ યોજાશે

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

ગૂગલ લિન્કના માધ્યમથી નોંધણી કરાવવાની રહેશે

આગામી ઓગસ્ટ-૨૦૨૧માં સંભવિતપણે યોજાનાર લશ્કરી ભરતીમેળાની પૂર્વ તૈયારી માટે પંચમહાલ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા પંચમહાલ જીલ્લામાં જીલ્લા/તાલુકા કક્ષાએ બિન નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે. આ તાલીમ વર્ગમાં જોડાવા ઇરછતા ધો.૧૦ પાસ કે તેથી વધુ શૈક્ષણિક યોગ્યતા ધરાવતા અને ૧૭.૫ થી ૨૧ વર્ષની ઉંમર ધરાવતા અપરણિત પુરુષ ઉમેદવારોએ નીચેની ગુગલ લીંક https://forms.gle/bjkNn1qQi7bEYXDDA પર જઈ પોતાની નોધણી કરાવવાની રહેશે. માત્ર પંચમહાલ જિલ્લાના યુવાનો એ જ આ લિંકનો ઉપયોગ કરવાનો રહેશે. જે ઉમેદવારો એ પહેલા આ લીંક પર પોતાની નોધણી કરી હોય તેમણે આ નોધણી કરવાની જરૂર નથી. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી ગોધરાની હેલ્પલાઇન ૦૨૬૭૨-૨૪૧૪૦૫ પર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારીયાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here