છોટાઉદેપુર ખાતે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને સેકટર ઓફિસરોની એક દિવસીય તાલીમ યોજાઇ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા દરબાર હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સેકટર ઓફિસરોની એક દિવસીય તાલીમ યોજવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓને તેમની કામગીરીને અનુરૂપ તાલીમ આપીને સજ્જ કરવાની કામગીરી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

છોટાઉદેપુર ખાતે આવેલા દરબાર હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયામાં મહત્વનું સ્થાન ધરાવતા સેકટર ઓફિસરોની તાલીમ યોજવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી. સ્તૂતિ ચારણે આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને સેકટર ઓફિસરો દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવાની થાય છે એ અંગે વિગતે જાણકારી આપી કામગીરી અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરીએ પણ તાલીમ દરમિયાન ઉપસ્થિત સેકટર ઓફિસરોને તેમની કામગીરી અંગે વિગતે જાણકારી આપી હતી. નાયબ પોલીસ અધિક્ષક જે.જી. ચાવડાએ પણ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
તાલીમ દરમિયાન છોટાઉદેપુર વિધાનસભાના રીટર્નિંગ ઓફિસર અને પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, પાવીજેતપુર વિધાનસભાના રીટર્નિંગ ઓફિસર અને ડેપ્યુટી કલેકટર એ.જી.ગામીત, સેકટર ઓફિસરો, પોલીસ અધિકારી/કર્મચારીઓ, નાયબ મામલતદારો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here