છોટાઉદેપુર નગરના ચાર રસ્તાઓ ઉપર પુનઃ રોશનીનો જગમગાટ ફેલાવતા હાઇમસ્ટ ટાવર… પ્રજામાં ખુશી જોવા મળી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરમાં આવેલ માણેકચોક, સતાધાર પેટ્રોલ પંપ પાસે તથા પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે નગરપાલિકા તંત્ર દ્વારા લાખોના ખર્ચે હાઇમસ્ટ ટાવર ઉભા કરવામાં આવ્યા હતા. જે ટાવર ઘણા સમયથી બંધ અવસ્થામાં પડ્યા હતા થાંભલા માત્ર શોભાના ગાંઠીયા હતા પરંતુ લાઈટો બંધ રહેતી હતી પ્રજાને પડતી તકલીફો અને રાત્રિના સમયે વાહન ચાલકોને અવરજવર કરવામાં અંધારૂ વર્તાતું હોય સાથે સાથે અકસ્માતના બનાવવા પણ બનતા હતા નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ ના ધ્યાને આ સમસ્યા આવતા તાત્કાલિક ટાવરની લાઈટો શરૂ કરી દેવામાં આવે તે માટે તેઓએ ઝડપી કવાયત હાથ ધરી હતી. અને નગરના ચાર રસ્તાઓ પુનઃ રોશની થી જગમગતા જોવા મળી રહ્યા છે.
છોટાઉદેપુર નગરમાં રાત્રીના સમયે મુખ્ય ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક વધુ રહેતો હોય જ્યારે જાહેર માર્ગ ઉપર મૂકવામાં આવેલા હાઇમસ્ટ ટાવર બંધ હતા. જેના કારણે મોટરસાયકલ લઈને અવરજવર કરતા રાહદારીઓને ચાર રસ્તા ઉપર અંધારું રહેતા ભારે તકલીફ પડતી હતી. અને અકસ્માત થવાનો ડર પણ રહેતો હતો. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા માણેકચોક અને સતાધાર પેટ્રોલ પંપ પાસે આવેલા હાઇમસ્ટ ટાવરની લાઈટો શરૂ કરી દેવામાં આવી છે નગરના મુખ્ય ચાર રસ્તાઓ જેના પર ભારે અવર-જવર હોય અને રોશની ઘણી જરૂર હોય છે બનાવેલા ટાવરો પુનઃ શરૂ કરી દેવામાં આવતા ભારે જગમગાટ જોવા મળી રહ્યો છે જ્યારે રજામાં પણ આનંદની લાગણી ફેલાઇ છે જ્યારે પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે આવેલ ટાવરની કામગીરી ચાલી રહી છે. જેને ટૂંક સમયમાં પૂર્ણ કરી ત્રીજું ટાવર પણ શરૂ કરી દેવામાં આવશે તેમ નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here