છોટાઉદેપુર : કવાંટ તાલુકાના બૈડીયા ગામે સરકારી માધ્યમિક શાળા બૈડિયા ખાતે સાયકલ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું

કવાંટ, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના બૈડિયા ગામે સરકારી માધ્યમિક શાળામાં2અભ્યાસ કરતા બાળકોને સાયકલ વિતરણ કરવામાં આવી હતી, તે સમયે શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને પણ બોલાવી સરપંચ નાનશિંગ ભાઈ. અને બૈયડિયા ગામના આગેવાનો દ્વારા સમજણ અને ગાઈટ લાઈન આપવામાં આવી હતી અને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, સાયકલ વિતરણ પછી વાલીઓને જણાવવામાં આવ્યું હતું કે આવનાર દિવાળી વેકેશનમાં બાળકોને બાળ મજૂરીમાં મોકલતા ના અને બાળકોને ફક્ત અભ્યાસ અને ભણતર માટે પ્રોત્સાહિત કરી તેઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવજો એવું કહેવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here