સ્વિપ અંતર્ગત સાર્વજનિક કોમર્સ કોલેજ,ગોધરા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ સ્વિપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી,પંચમહાલની અધ્યક્ષતામાં શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ,ગોધરા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મતદાન જાગૃતિ અભિયાન (SVEEP) કાર્યક્રમ અંતર્ગત ૧૮ વર્ષ પૂર્ણ કરેલા યુવાનો તેમનું નામ મતદારયાદીમાં નોંધાવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ કેળવવા આજની યુવા પેઢી ટેકનોલોજી સાથે જોડાયેલી છે ત્યારે ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરીને મતદાર યાદીમાં નામ નોંધાવાથી લઈને સુધારા વધારા પણ ઘરે બેઠાં આંગળીના ટેરવે ઓનલાઇન પોર્ટલ, વોટર એપ સહિતની ભારતીય ચૂંટણી પંચની જુદી જુદી એપ્લિકેશનના માધ્યમથી કઈ રીતે કરી શકાય તે અંગે યુવાઓને માર્ગદર્શિત કરાયા હતા.

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને દસ મિનિટ દેશ માટે, સહ પરિવાર મતદાન કરવા અંગે સમજ આપવામાં આવી હતી. અંતે સૌએ મતદાનનો સંકલ્પ “આવો,મતદાનનો સંકલ્પ લઈએ” હેઠળ જગ્યા પર ઉભા થઈ સંકલ્પ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here