છોટાઉદેપુર એલ.સી.બીએ વડોદરા શહેરમાં નોંધાયેલ મોટર સાયકલ ચોરી અંગેની E-FIR નો ગુનો ગણતરીના કલાકમાંજ શોધી કાઢી મુદ્દામાલ સહિત આરોપીને ઝડપી પાડ્યો…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ વાહન ચોરી જેવા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ. જે આધારે એચ.એચ.રાઉલજી ઇન્યા. પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને જરૂરી સુચના આપી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે સંબંધે એચ.એચ.રાઉલજી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક ઇસમ ચોરીની ટી.વી.એસ. જયુપીટર મોપેડ લઇને હાંડોદ તરફ આવી રહેલ છે.

જેથી એચ.એચ.રાઉલજી એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે હાંડોદ ચોકડી પાસે વોચનાકા બંધી કરી બાતમી મુજબના વર્ણન વાળી જયુપીટર તથા આરોપીને હાંડોદ ચોકડી થી સંખેડા જતા રોડ ઉપરથી પકડી પાડી વાહન અંગે ખાત્રી તપાસ કરતા વાહન ચોરી અંગે વડોદરા શહેર પાણીગેટ પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ ચોરી અંગે E-FIR થી ગુનો નોંધાયેલ છે. જેથી સદર જયુપીટર સ્કૂટરની કિ.રૂ.૨૦,૦૦૦/- ની ગણી પકડાયેલ ઇસમને સી.આર.પી.સી.૪૧ (૧) ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી સંખેડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. અને વડોદરા શહેર પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here