છોટાઉદેપુર એલસીબીએ મોટર સાયકલ ઉપર લઇ જવાતો ૨૭,૯૪૮/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ દ્વારા સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે સંબંધે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સુચના કરેલ જેથી એચ.એચ.રાઉલજી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખોસ-વસેડી રોડ ઉપરથી બજાજ પલ્સર મોટર સાયકલ ઉપર લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૨૭,૯૪૮ા- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી મો.સા. સાથે કુલ કિ.રૂ.૭૭,૯૪૮/- નો મુદ્દામાલ ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.

કબ્જે કરવામાં આવેલ મુદામાલ :-

૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બોટલ નંગ – ૧૫૬ કિ.રૂ.૨૭,૯૪૮ા
(૨) બજાજ પલ્સર મોટર સાયકલ નંબર GJ-06-FB-0412
કિ.રૂ.૩૫,૦૦૦/
પકડાયેલ ઇસમનું નામ –
કુલ કિ.રૂ.૭૭,૯૪૮
(૧) કરશનભાઇ દેસીંગભાઇ રાઠવા રહે.કુંડવા પટેલ ફળીયા તા.જી.છોટાઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here