છોટાઉદેપુર એલસીબી પોલીસે સુરત શહેરમાંથી ચોરાયેલ ઇક્કો ફોર વ્હિલર સાથે બે ઇસમોને ઝડપી પાડી ગણતરીના દિવસોમાં ચોરીનો ગુનો શોધી કાઢ્યો…

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા શ્રી આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ……જે અન્વયે શ્રી વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી હકિકત મળેલ કે સુરત શહેર માંથી ચોરાયેલ ઇક્કો ફોર વ્હિલર ગાડી લઇને બે ઇસમો મધ્યપ્રદેશ બાજુ થી પાનવડ તરફ આવે છે તેવી બાતમી હકિકત આધારે કનલવા ગામ પાસે વોચ—નાકાબંધી કરી ઇક્કો ગાડી પકડી પાડી તેની માલીકી અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી ઇક્કો ફોર વ્હિલર ગાડીનાં ચેચીસ તથા એન્જીન નંબર ઉપરથી ખાત્રી તપાસ કરતા તેનો રજી.નં.GJ-05-CQ-6421 નો જણાઇ આવેલ હોય સદર ઇક્કો ફોર વ્હિલર ગાડી બાબતે સુરત શહેર ખાતે તપાસ કરતા સદર ઇક્કો ગાડી ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી આશરે વિસેક દિવસ પહેલા રાત્રીના સમયે ચોરી થયેલ હોવાનુ જણાઇ આવેલ જે બાબતે સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૭૦૨૩૦૦૨૮/૨૦૨૩ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી પકડાયેલ ઇસમોને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી અર્થે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here