જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

૨૨૬ લોકોના સ્વાસ્થ્યની ચકાસણી તથા ૦૬ લોકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ અપાયો

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રવેરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા લોકોએ ઉમંગભેર સ્વાગત કર્યું હતું. પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

કાલોલ ધારાસભ્યશ્રી ફતેહસિંહ ચૌહાણે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે,સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચી રહ્યો છે.આ યાત્રા અન્વયે ઘર આંગણે જ લોકોને સુવિધાઓ મળી રહી છે.

કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મહેશ ચૌધરીએ જણાવ્યું કે,જિલ્લામાં ચાલતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રૂટ અંતર્ગત આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં આવી રહી છે.જિલ્લામાં આરોગ્ય કેમ્પ થકી લોકોના સ્વાસ્થ્યનું ચેક અપ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય ચકાસણી કેમ્પમાં સંભવિત ટીબી અને રક્તપિતના લક્ષણ ધરાવતા વ્યક્તિઓ તથા સિકલ સેલ,એનિમિયા,બ્લડ પ્રેશર,ડાયાબિટીસ અંતર્ગત સ્ક્રીનીંગ તથા રસીકરણ અંતર્ગત કામગીરી કરવામાં આવે છે.ઉપરાંત તમામ આરોગ્યલક્ષી યોજનાકીય માહિતી પૂરી પાડી પાત્રતા ધરાવતા તમામ વ્યક્તિઓને ABHA અને PMJAY Card કાઢી આપવાની કામગીરી સ્થળ પર જ કરાય છે. રવેરી ગામે કુલ ૨૨૪ લોકોના હેલ્થનું સ્ક્રીનીંગ કરાયું હતું જ્યારે ૦૬ લોકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ આપવામા આવ્યો હતો.

કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, નાયબ પશુપાલન નિયામકશ્રી,જિલ્લા આયોજન અધિકારીશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here