છોટાઉદેપુરમાં જિલ્લા પોલીસ પરિવાર દ્વારા વિજયાદશમી નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

દશેરા એટલે વિજયાદશમી નવરાત્રીના પાવન પર્વ બાદ અસત્ય પર સત્ય ના વિજય ના પ્રતીક સમા વિજયાદશમી દશેરા ન ખુબજ શ્રધ્ધાભેર ઉજવણ કરવામાં આવે છે. આજના દિવસે ભગવાન શ્રી રામજીએ આસુરી શક્તિ સમા રાવણ ને માર્યો હતો. ત્યાર થી આ પર્વ ની ગામેગામ રાવણદહન કરી ઉજવણી કરવામાં આવે છે. સાથે જ સમગ્ર દેશના રાજપરિવારો અને દરબારો પોતાના શસ્ત્રો નું પૂજન કરી દશેરાની ઉજવણી કરવામાં આવે છે. આવી જ પરંપરાને જાગૃત રાખવા છોટાઉદેપુર પોલીસ પરિવાર દ્વારા પોલીસ હેડક્વાટર્સ ખુટાલિયા ખાતે તમામ શસ્ત્રો નું શ્રધ્ધાભેર પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક સહીત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોલીસ બેડાના શસ્ત્રોનું વિધિવત પૂજન કરી ભારતની સંસ્કૃતિ ના વારસાને જીવંત રાખ્યો હતો. અને દશેરા પર્વ નિમિત્તે એકબીજાને શુભેચ્છા પાઠવી મોઢું મીઠું કરાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here