મોસીને આઝમ મિશન દ્વારા પુસ્તક મેળાનો આયોજન કરવામાં આવ્યું

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

મોહસીને આઝમ મિશન દ્વારા લોકો માં આધ્યાત્મિક વાંચન નો શોખ વધે તે હેતુ થી પુસ્તક મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.
મોહસીને આઝમ મિશન સમગ્ર ભારત માં વિવિધ સેવાકીય કાર્યો કરી રહી છે મિશન દ્વારા અશરફી ટિફિન સર્વિસ અસકરી પબ્લિક સર્વિસ તેમજ અન્ય સર્વિસીસ ચલાવવા માં આવી રહી છે
અસકરી બુક બેન્ક દ્વારા દરવર્ષે જૂની પુસ્તકો લઈ ને નવી પુસ્તકો આપવાનું આયોજન કરવામાં આવેલ હતું જે જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે…

મોહસીને આઝમ મિશન દ્વારા જેમના નામ થી આ મિશન શરૂ કરવામાં આવ્યું છે તે મોહમ્મદ પેગમ્બર સાહેબ ના જન્મ દિવસ ની ભવ્ય ઉજવણી ચાલી રહી છે તેના ભાગ રૂપે 2 દિવસીય પુસ્તક મેળા નું આયોજન અશરફી ટિફિન સર્વિસ ખાતે કરવામાં આવ્યું છે.લોકો માં વાંચન નો શોખ વધે અને સારું સાહિત્ય વાંચન કરતા થાય તે આશય થી પુસ્તક મેળા નું આયોજન કરવામાં આવ્યું છે, આ પુસ્તક મેળા માં મિશન તરફથી પ્રસિદ્ધ થનાર વિવિધ આધ્યાત્મિક સાહિત્ય લોકો માટે ફ્રી માં પૂરું પાડવામાં આવશે આ સિવાય અન્ય કિતાબો મકતબે સીમના તરફથી વેચાણ અર્થે મેળા માં મુકવામાં આવી હતી…મોહસીને આઝમ મિશન ના બુક બેન્ક ના ઇન્ચાર્જ સિદ્દીક પટેલે જણાવ્યું હતું કે આ પુસ્તક મેળા નો મુખ્ય આશય લોકો માં વાંચન નો શોખ ઉભો કરવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here