ચલામલી પ્રાથમિક શાળામાં સીઆરસી કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલ ગ્રુપ પ્રાથમિક શાળામાં સીઆરસી કક્ષાનો વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો હતો.જેમાં સીઆરસી કક્ષામાં સમાવિષ્ટ ૧૪ પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહથી પોતાની વિવિધ કૃતિઓ સાથે ભાગ લીધો હતો.સીઆરસી કક્ષાના વિજ્ઞાન મેળામાં વિવિધ ૫ વિભાગમાંથી સ્વાસ્થ્ય, જીવન, કૃષિ,પ્રત્યાયન અને વાહનવ્યવહાર અને ગણનાત્મક ચિંતન પર કૃતિઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ તૈયાર કરી હતી.સીઆરસી કક્ષાએ ૧૪ શાળામાંથી ૨૨ કૃતિઓમાં ૪૪ બાળકોએ ભાગ લીધો હતો.જેમાં સ્વાસ્થ્ય વિભાગમાં ૬ કૃતિઓ,જીવન વિભાગમાં 1 કૃતિ,કૃષિ વિભાગમાં ૪ કૃતિઓ,પ્રત્યાયન અને વાહનવ્યવહાર વિભાગમાં ૪ કૃતિઓ અને ગણનાત્મક ચિંતન વિભાગમાં ૪ કૃતિઓ મળી કુલ ૨૨ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.જેનું નિદર્શન કરી નિર્ણાયક તરીકે ભોરાદા પ્રાથમિક શાળાના ઉન્નતિબેન પટેલ અને રાજબોડેલી પ્રાથમિક શાળાના ખ્યાતિબેન ચૌધરીએ સેવા બજાવી વિવિધ ૫ બેસ્ટ કૃતિઓને નંબર આપ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગમાં ચલામલી પ્રાથમિક શાળાની
ગંદા પાણીનું રિસાયક્લિંગમાં સોલંકી કોમલબેન,રાઠવા શ્રેયાબેન,જીવન વિભાગમાં મણિનગર નર્મદા વસાહત પ્રાથમિક શાળા તરતું બટાકુ કૃતિમાં જોશી આરવ,ભીલ કરીનાબેન,કૃષિ વિભાગમાં નાની ઉન પ્રાથમિક શાળાના કોલાચા અક્ષ,તડવી સપનાબેન,પ્રત્યાયન અને વાહન વ્યવહાર વિભાગમાં ચલામલી પ્રાથમિક શાળાના કોલચા આઝાદસિંહ,રાઠવા જીગ્નેશભાઈ,ગણનાત્મક ચિંતન વિભાગમાં મણિનગરની પ્રાથમિક શાળાના ભીલ છાયાબેન,ભીલ વીપાલીબેને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.સીઆરસી કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર બાળકોને પ્રમાણપત્ર ગામના આગેવાનો ભગુભાઈ પંચોલી,પરિમલ પટેલ,ડો જીગ્નેશભાઈ પંડ્યા,સીઆરસી શૈલેષભાઇ, ગ્રુપાચાર્ય પ્રવીણભાઈ ખાટ અને શિક્ષકોના હસ્તે પ્રમાણપત્ર,ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા.અવ્વલ નંબર પ્રાપ્તકર્તા તમામ બાળકોને સીઆરસી પ્રજાપતિ શૈલેષભાઈએ શુભેચ્છાઓ પાઠવી બીઆરસી કક્ષાએ અવ્વલ નંબર પ્રાપ્ત કરો તેવી શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here