ગ્રીન ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા મિશન અંતર્ગત “પ્રકૃતિ વાતાવરણને જાળવી રાખવાના સંદેશ સાથે વારાણસીના યુવકની સાયકલ યાત્રા…” ભારત ભ્રમણનો લક્ષ

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

વાતાવરણ ની સંભાળ અને જાળવણીનો સંદેશ લઇ સાયકલયાત્રા મારફતે નીકળેલા શિવ પટેલનું ડભોઇ શિનોર ચોકડી ખાતે પુષ્પ પહેરાવી સ્વાગત જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ મહામંત્રી જેમીનભાઈ પટેલ, પટેલ સમાજના પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ તેમજ શિક્ષક સંઘના શિક્ષકો તથા શિક્ષિકાઓ દ્વારા આ શિવ પટેલ નું પુષ્પ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગ્રીન ઇન્ડિયા ક્લીન ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરવા જોનપૂર વારાણસી યુપી થી સાઇકલ યાત્રાએ નીકળેલા શિવ પટેલ યુપી થી દિલ્હી હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન ગુજરાત થઈ મહારાષ્ટ્ર સહિત દરેક રાજ્ય માં સાયકલ યાત્રા કરી પુરા ભારતની ૩૦ હજારથી ઉપરાંત કિલોમીટરની યાત્રા કરી દેશવાસીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા મિશન અંતર્ગત સંદેશો આપ્યો હતો.અને તેઓએ જણાવ્યું હતું કે હાલ પુરા વિશ્વમાં કોરાણા ને લઇ ઘણી મહામારી ફેલાયેલ છે.અને વાતાવરણમાં પણ ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે એટલે આપણે નેચર ની સંભાળ રાખવા એવી વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ કે જેનાથી આપણું વાતાવરણ ખરાબ થાય છે આપણે આપણા નેચરને જાતે જ બગાડી રહ્યા છે જ્યારે તેઓએ આપણા નેચરને સવારવાને લઈ આપણે શો મળીને સંકલ્પ લઈએ એવો સંદેશો આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here