કાલોલ : કલા મહાકુંભ 2022માં ચમક્યા બોરુ પ્રાથમિક શાળાના તારલાઓ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

ગુજરાત રાજય યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ સંચાલિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ની કચેરી પંચમહાલ દ્વારા આયોજિત કલા મહાકુંભ ૨૦૨૨ તાલુકા કક્ષાની સ્પર્ધા એમ. આર.હાઇસ્કુલ અડાદરા, કાલોલ મુકામે કરવામાં આવેલ. આચાર્ય ગૌરાંગ જોશી ની પ્રેરણા અને કાજલબેન બારોટ ના માર્ગદર્શન હેઠળ જુદા જુદા પાંચ વિભાગોમાં 27 જેટલા બાળકોએ ભાગ લીધેલ હતો.જેમાં રાસ-ગરબા વિભાગમાં એ..જી.. ગોકુલ આવો ગિરધારી.. રાસ કૃતિ રજુ કરી પ્રથમ ક્રમની સિધ્ધિ હાંસલ કરેલ તેમજ શાળાની બીજી ટીમ ના સ્પર્ધકોએ લગ્ન ગીત વિભાગ માં પ્રથમ નંબર મેળવતા સમગ્ર શાળા પરિવાર તરફથી વિજેતાઓને અભિનંદન આપવામાં આવ્યા હતાં. શાળાના તમામ બાળકો થકી તમામ વિજેતા ટીમના સભ્યોનું સન્માન કરવામા આવેલ. વિજેતા સ્પર્ધકો આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તે માટે તેઓના વાલીગણ અને એસએમસી સભ્યો એ શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here