નર્મદા જીલ્લાના 40 જેટલા એચઆઇવી પીડિતોને ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ તરફથી દિવાળીની મીઠાઈ આપી શુભેચ્છા પાઠવાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લાના એચઆઇવી પીડિતો પૈકી જે અંતરિયાળ ગામના ગરીબ દર્દીઓ છે તેમને દિવાળી જેવા મોટા પર્વ માં યાદ કરીને ધારાસભ્ય એ મીઠાઈ, ફરસાણ આપી માનવતા દાખવી

નર્મદા જિલ્લાના કેટલાક ગરીબ એચઆઇવી પીડિતો કે જેઓ આર્થિક સ્થિતિ નબળી હોવાનાં કારણે તહેવારો ઉજવી શકતા નથી અને પોતાના પરિવાર ને દિવાળી જેવા તહેવાર માં મીઠાઈ કે ફરસાણ પણ લાવી આપતા નાં હોય તેવા 40 જેવા પીડિતોની પડખે નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ આગળ આવ્યા અને આવા આર્થિક રીતે નબળા પરિવાર અને એચઆઇવી પીડિત દર્દીઓ ને દિવાળી ની ઉજવણી માટે મીઠાઈ અને ફરસાણ આપી એક માનવતા નું ઉત્તમ ઉદાહરણ પાર પાડ્યું હતું.જોકે ધારાસભ્ય મેડમ આજે ગાંધીનગર જવાના હોવાથી પોતે આવી શક્યા ન હતા પરંતુ દરેક પીડિત ને તેમની શુભેચ્છા તેમણે આપી હતી.
રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા મીઠાઈ ફરસાણનાં વિતરણ કાર્યક્રમમાં બીજેપીના સક્રિય કાર્યકર ડૉ.રવિભાઈ દેશમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સિવિલ હોસ્પિટલનાં આર.એમ.ઓ. ડૉ.આરતીબેન શર્મા, એઆરટી નોડલ ઓફિસર ડો.સેજલબેન પટેલ, એઆરટી મેડિકલ ઓફિસર ડો.પ્રેરક આનંદ,ડૉ.હરેશ કોઠારી,કાઉન્સિલર જીગ્નેશભાઈ પરમાર,સિસ્ટર નીલમબેન વસાવા,લેબ.ટેક.ખુબીબેન ભટ્ટ,આઇ.સી.ટી. સી.કાઉન્સિલર સંદીપભાઈ પટેલ તેમજ નર્મદા જિલ્લા વિહાન પ્રોજેક્ટના હેલ્થ પ્રમોટર તથા સ્વેતના પ્રોજેક્ટના ફિલ્ડ કોર્ડીનેટર ગીતાબેન પટેલ અને હેતલબેન ખત્રી નાં સહકારથી પીડિતોને આ કીટ વિતરણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here