ગોધરા નગરમાં વરસાદે વારો લેતા મેશરી નદી બે કાંઠે… અનેક સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા…

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

ચોમાસાના પ્રારંભથી સમગ્ર રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં મેઘાની મહેર થતા હવામાન વિભાગની તમામ આગાહીઓ સાચી સાબિત થઈ રહી છે, ગોધરા નગરમાં ચોમાસાની શરૂઆત પછીથી બે ત્રણ વખત મેશરી નદીમાં નવા નીર ઉમેરાયા હતા, પરંતુ આજરોજ સંધ્યાકાળથી કાળા ડિબાંગ વાદળોએ ઘેરો નાંખી વાતાવરણમાં પલટો લાવી દીધો હતો અને જ્યારે વરસાદે વારો લીધો તો માત્ર ડોઢ કલાક જેટલા સમયમાં મેશરી નદીને બે કાંઠે વહેતી કરી દીધી હતી તેમજ ધોધમાર વરસાદના કારણે નગરની અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ હતી…

ઉલ્લેખનીય છે કે જ્યારે કડાકા ભડાકા સાથે સતત વરસી રહેલ વરસાદ તેમજ મેશરી નદીમાં વાયુ વેગે વધી રહેલા નિરને ધ્યાને લઇ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ પોતાનો સામાન બાંધી સ્થળાંતર કરવાની તૈયારી કરી લીધી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here