મોડાસા પંથકમાં વરસાદે વારો લેતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે.

ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સાંજના સુમારે કાળા ડીબાંગ વાદળો ચડી આવી વરસાદ શરૂ થઈ ગયો હતો.

એક સપ્તાહના વિરામ બાદ મોડાસા શહેરમાં તેમજ મોડાસા પંથક માં વરસાદ શરૂ થયો હતો.

છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જતા બાફ અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતાં.

જેને લઇ વરસાદ શરૂ થતા શાળાના વિદ્યાર્થીઓ સહિત નાગરિકોએ વરસાદમાં ભીંજાઈ વરસાદ ની મજા માણી હતી.

એકાએક વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

વરસાદ શરૂ થતાં ધરતી પુત્રોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here