વાહનમાં જી.પી.એસ. સીસ્ટમ લગાડી ભાડેગીરો આપી પાછળથી જી.પી.એસ. સીસસ્ટમની મદદથી વાહન ટ્રેક કરી બીજી ચાવીની મદદથી વાહન ઉંઠાવી લઇ જતી ગેંગનો પર્દાફાશ…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ગણતરીના કલાકોમાં અન્ય ૪ આરોપીઓ તથા અન્ય બે વાહનનો મળી કુલ રૂા. ૩૯,૫૦,૦૦૦ નો મુદામાલ પકડી પાડતુ છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ

ગત તા.૨૫/૦૮/૨૦૨૨ના રોજ છોટાઉદેપુર એસ.ઓ.જી. I/C પોલીસ ઇન્સપેક્ટર જે.પી.મેવાડા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમા આવી બોડેલી વ્રજભુમિ સોસાયટી જવાના રોડ પાસે વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન વડોદરા તરફથી નંબર વગરની એક ટોયટો કંપનીની ઇનોવા ગાડી લઇને ત્રણ ઇસમો આવતાં હોય જેને હાથ વડે ઇશારો કરી રોડની સાઇડમા ઉભી રખાવી ત્રણે ઇસમોને નીચે ઉતારી ઇનોવાના ગાડીના ચાલક પાસેની ગાડીના આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન કાગળો માંગતા તે ગલ્લા-તલ્લા કરી રજીસ્ટ્રેશન કાગળ રજુ કરેલ નહી જેથી તેને ઇનોવા ગાડી ક્યાંકથી ચોરી કરી અથવા કોઇકની પાસેથી છળકપટથી લાવેલ હોવાનો શક જતા નં. (૧) મોહમંદ ઊવેશ મોહસીનભાઇ શેખ ઉ.વ ૨૫ ધંધો. ડ્રાઇવિંગ રહે. GF-2 મીરા એવન્યુ ચિતારાવાડ, મસ્જીદની સામે સુલતાનપુરા ન્યાય મંદીરની સામે વડોદરા શહેર નં. (ર) યુનુસ યાસીનભાઇ શેખ ઉ.વ ૨૪ ધંધો નોકરી રહે. પાંજીગર મોહલ્લા કાસુસાદીક દરગાહ નજીક બૈનુર ફઝલ કોમ્પ્લેક્ષની સામે ફતેપુરા વડોદરા શહેર નં. (૩) આદીલ જાકીરહુસેન શેખ ઉ.વ ૨૩ ધંધો. રીક્ષા ડ્રાઇવર રહે. ગોયલઉરા કોર્પોરેશનના મકાન બ્લોક નં ૩ મકાન નંબર ૨૯ સનફાર્મા રોડ તાંદલજા વડોદરા શહેર નાનો હોવાનું જણાવેલ જેથી ત્રણે ઇસમોને સદર ગાડીનો રજીસ્ટેશન નંબર પુછતા કોઇ જવાબ આપેલ નહી જે ઇનોવા ગાડીમા તપાસ કરતા પાછળના ભાગે છુટી નંબર પ્લેટ મળી આવેલ જેના ઉપર રજીસ્ટર નંબર DD-03-K-1323 નો હોય જેથી સદર નંબર ઇ-ગુજકોપમા સર્ચ કરતા ગાડીનો ચેચીસ નંબર જોતાં MBJJA BEM000508747 તથા એન્જીન નંબર 13744 હોય જે ગાડીના માલીક વિજલભાઇ પ્રકાશભાઇ મિસ્ત્રી રહે. ૫૬-૧ પટેલ ફળીયા ૦૨ મારવાડ, નાની દમણ ૩૯૬૨૧૦ નાઓના નામે હોય જે ઇનોવા ગાડીના ત્રણે ઇસમો રજીસ્ટ્રેશન કાગળો રજુ નહી કરી ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતા હોય જેથી સદર ઇનોવા ગાડીની કી.રૂ ૧૬,૦૦,૦૦૦/- ની ગણી CRPC કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી ત્રણે ઈસમોને CRPC કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી પુછપરછ કરી કરતા આરોપીઓએ વાહનમાં જી.પી.એસ. સીસસ્ટમ લગાડી ભાડે/ગીરો આપી પાછળથી જી.પી.એસ. સીસસ્ટમની મદદથી વાહન ટ્રેક કરી બીજી ચાવીની મદદથી વાહન ઉઠાવી લઇ જતા હોવાની કબુલાત કરેલ અને તેઓની ગેંગના માણસો વાહન ઉઠાવી જવાનુ કામ કાજ કરતા હોય અને તેઓના ફોનમાં વાહનને લગતા આર.સી.બુક અલગ અલગ લક્ષ્રીયશ કારોના ફોટાઓ તથા તેઓની વચ્ચે થયેલ વાત ચીત અંગેની હકીકત ફોનમાં મળી આવેલ જે આધારે અન્ય બે વાહનનો પૈકી (૧) હુંડાઇ ।-૨૦ ગાડી નં. જી.જે. ૦૫, આર.એન. ૦૮૬૪ સાથે પકડી પાડવામાં આવેલ જે ગાડીમાં આગળના ભાગે નંબર જી.જે. ૦૫, આર.એન. ૮૪૬૧ અને પાછળના ભાગે નંબર સફેદ પટ્ટી મારી દીધેલ જેથી નંબર જોવામાં આવે નહી અને સફેદ પટ્ટી હટાવી જોતા સાચા નંબર જોવામાં આવેલ અને આગળના ભાગે નં. જી.જે. ૦૫, આર.એન. ૦૮૬૪ ની ઉપર જી.જે. ૦૫, આર.એન. ૮૪૬૧ની નંબર પ્લેટ લગાડી દઇ અને ગાડીની અંદર એપ્લાઇ ફોર રજીસ્ટેશનનું બોર્ડ પણ મુકી રાખી પોલીસની નજરથી બચવા માટેના પ્રયત્નો કરેલ હોય જે ગાડી કિ.રૂા. ૮,૦૦,૦૦૦/- ની કબ્જે કરવામાં આવેલ છે તેમજ નં. (૨) મારૂતી સ્વીફટ ગાડી નં. જી.જે. ૦૬, પી.જી. ૯૦૩૪ ની કિ.રૂા. ૫,૦૦,૦૦૦/- લાખથી ધોળકાથી કબ્જે કરવામાં આવેલ છે તેમજ તપાસ દરમ્યાન અન્ય ઇસમોના નામો આવતા જે પૈકી અન્ય ચાર ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ છે આ તમામ આરોપીઓએ ભેગા મળી સાહેદોના વાહનો અન્ય લોકોને વેચાણ ભાડે ગીરો આપી તેમજ ગાડીઓને સાહેદોને પરત નહી આપી ગુનાઓ કરતા નિચે જણાવેલ આરોપીઓ મળી આવેલ હોય તેમજ અન્ય આરોપી નાસતા ફરતા હોય તમામ આરોપીઓ ગાડીના નંબરો કાઢી નાખી ગાડીના નંબરો સાથે ચેડા કરી બીજી નંબર પ્લેટ લગાડી સરકારી નંબર પ્લેટ સાથે ચેડા કરી મોટા પ્રમાણમાં ગેરકાયદેસરની પ્રવૃતી કરી નંબર વગરની ગાડીઓ અન્ય લોકોને આપી દેશી ઇંગ્લીશ દારૂ તથા નાર્કોટીકસના ગુનાઓ તેમજ અન્ય તમામ પ્રકારના ગુનાઓ કરતા ઇસમોને ગુનાઓ કરવામાં પણ મદદરૂપ થાય તેવી ગેરકાયદેસરની પ્રવૃતી આચરી સામાન્ય લોકોના હીતને ખુબજ હાની પહોચાડી છેતરપીંડી વિશ્વાસધાત કરી ગુનો કરતા હોય જેથી તેઓ વિરૂધ્ધમા શ્રી સરકાર તરફે જે.પી.મેવાડા I/C પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. છોટાઉદેપુરનાઓએ બોડેલી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૮૪૦૦૧૨૨૧૨૩૫/૨૦૨૨ ઇ.પી.કો. કલમ, ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) મુજબનો ગુન્હો તા.૨૮/૦૮/૨૦૨૨ ના રોજ કલાક ૦૦/૩૦ વાગ્યે દાખલ થયેલ છે. જે ગુનાની તપાસ જે.પી.મેવાડા C પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. છોટાઉદેપુરના ચલાવી રહ્યા છે. અને પકડાયેલ આરોપીઓના દિન-૦૫ ના રીમાન્ડ મંજુર કરાવી સદર ગુનાના કામે અન્ય આરોપીઓ તથા અન્ય વાહનો તેમજ વાહનોમાં તકનીકી ચેડા કરેલા હોય જે સબંધે વધુ તપાસ હાથ ઘરવામાં આવેલ છે
પકડાયેલ ઇસમો (૧) મોહમંદ ઊવેશ મોહસીનભાઇ શેખ ઉ.વ ૨૫ ધંધો ડ્રાઇવિંગ રહે .GF-2 મીરા એવન્યુ ચિતારાવાડ મસ્જીદની સામે સુલતાનપુરા ન્યાય મંદીરની સામે વડોદરા શહેર (૨) યુનુસ યાસીનભાઇ શેખ ઉ.વ ૨૪ ધંધો પ્રા.નોકરી રહે પાંજીગર મોહલ્લા કાસુસાદીક દરગાહ નજીક બૈનુર ફઝલ કોમ્પ્લેક્ષની સામે ફતેપુરા વડોદરા શહેર (૩) આદીલ જાકીરહુસેન શેખ ઉ.વ.૨૩ ધંધો ધંધો. રીક્ષા ડ્રાઇવર રહે ગોયલઉરા કોર્પોરેશનના મકાન બ્લોક નં ૩ મકાન નંબર ર૯ સનફાર્મા રોડ તાંદલજા વડોદરા શહેર (૪) અભિષેક જનકભાઇ વૈધ ઉ.વ.૨૪ ધંધો ડ્રાઇવીંગ રહે. સરદનગર મકાન નં. ૧૨, તરસાલી વડોદરા તથા (૫) વિનયભાઇ નરેન્દ્રભાઇ ડાવરા ઉ.વ.૨૧ ધંધો પ્રાઇવેટ નોકરી રહે ઘર નં. ૧૧/૧૨ કોટેશ્વર નગર કતારગામ સુરત શહેર તથા (૬) ઉત્સવભાઇ બટુકભાઇ ડોબરીયા ઉ.વ.૨૧ ધંધો પ્રાઇવેટ નોકરી રહે. ઘર નં. ૧૩૫ મોહનદીપ સોસાયટી, કતાર ગામ સુરત શહેર (૭) રમીઝ ઉર્ફે રાજા રફીક શેખ ઉ.વ.૨૪ ધંધો. AC રીપેરીંગ રહે. હાથીખાના, ગેંડા ફળીયા, વડોદરા શહેર
પકડવાના આરોપીઓ
બાકી
(૧) નિઝામ અલ્લાઉદીન મીયાણા રહે. અલ્લાઉદીન ૮- ૧૪૦ ટેન્કી રૂસ્તમ મીલ કમ્પાઉન્ડ દુધેશ્વર રોડ અમદાવાદ શહેર તથા (૨) મહમદ ઉમર હજીમંગલભાઇ મનસુરી રહે. ૧, ધનાની પાર્ક, ૨ મેમણ કોલોની આજવા રોડ વડોદરા શહેર (૩) જીલાની મહમદ યામીન મહમદ શોએબ રહે. બકરી પોલ, મોગલવાડા વડોદરા, તથા (૪) ઇમ્તીયાજ ઉર્ફે બોબડો યુનુસભાઇ વોરા, રહે. મકાન નં. ૧૪, એ.ટી.ઓ. ર૦, સો.સા. સવેરા હોટલ સામે, ૧૦૦ ફુટ રીંગ રોડ ફતેવાડી અમદવાદ તથા (૫) મહમદ અલ્ફાઝ મહમદ અનીશ વોરા, રહે. ધનાની પાર્ક, – ૪ મેમણ કોલોની આજવા રોડ વડોદરા, તથા (૧૨) અત્તાઉર રહેમાન સાકીરભાઇ મેમણ, રહે. એ./૧૩ શાંતીવન સોસાયટી, મહાબલી પુરમ પાસે તાંદલજા વડોદરા, તથા (૬) અનવરભાઇ રહે, અમદાવાદ તથા (૭) રમીઝ ઉર્ફે રાજા રફીકભાઇ શૈખ રહે. હાથીખાના વડોદરા શહેર તથા (૮) મોહમદ અરશદભાઇ એમ. પઠાણ, રહે. ૧૧૧, રોશન પાર્ક નવા યાર્ડ વડોદરા શહેર (૯) મુસ્તાકભાઇ ઉર્ફે બોકસવાલા પુરૂ નામ મળેલ નથી રહે. યાકુદપુરા વડોદરા શહેર
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) ઇનોવા ગાડીમા નંબર DD-03-K-1323 જેની કી.રૂ ૧૬,૦૦,૦૦૦/- ની ગણી તથા (૨) હુંડાઇ ।-૨૦ ગાડી નં. જી.જે. ૦૫, આર.એન. ૦૮૬૪ જેની કિ.રૂા. ૮,૦૦,૦૦૦/- (૩) મારૂતી સ્વીફટ ગાડી નં. જી.જે. ૦૬, પી.જી. ૯૦૩૪ જેની કિ.રૂા. ૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩૯,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here