ગોધરા ખાતે ટ્રાફિકના ઈ- ચલણ બાબતે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને જિલ્લા ટ્રાફિક પોલીસની બેઠક યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં ટ્રાફિકના ઈ – ચલણ,બજવણી અને તેના નિકાલ અંગે જાગૃતિ સંદર્ભે આજરોજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવશ્રી ડી.સી.જાનીની અધ્યક્ષતામાં જિલ્લા ટ્રાફિક પોલીસ સાથે ગોધરા ખાતે એક બેઠક યોજાઈ હતી.સદર બેઠકનું આયોજન જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગોધરા દ્વારા કરાયું હતું.
સદર બેઠકમાં ડી.વાય.એસ.પી શ્રી ગોધરા ટાઉન એ ડિવિઝન,બી ડિવિઝન પોલીસ સ્ટેશન,ગોધરા તથા ગોધરા શહેર અને ગ્રામ્ય ટ્રાફિક પોલીસ વિભાગના પોલીસ ઇન્સ્પેકટરશ્રીઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ટ્રાફિક અંગે ઈ-ચલણ અને તેની બજવણી, નિકાલ તથા ટ્રાફિકના ઉલ્લંઘન બદલ મળેલ ઈ ચલણના દંડની રકમ લોકો કેવી રીતે સરળતાથી ભરી શકે તે બાબતે ચર્ચા કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here