ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગના આખરી પ્રોજેક્ટમાં પ્રતાપગઢના સોહીલખાને પ્રથમ ગ્રુપમાં બીજા સ્થાને શિલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું

મોરબી, આરીફ દીવાન :-

આજના આધુનિક યુગમાં શિક્ષણ ક્ષેત્રે સર્વે સમાજમાં ક્રેઝ વધ્યો છે જેના પરિણામે જુદા જુદા વિષય પર આજનો વિદ્યાર્થી આવતીકાલ સમાજનું અને દેશનું ગૌરવ અંતર્ગત વકીલ ડોક્ટર પોલીસ એન્જિનિયર શિક્ષક સ્થાન પ્રાપ્ત કરવા માટે શિક્ષણના શબ્દોનો જ્ઞાન પ્રાપ્ત કરવાની સાથે સાથે વૈજ્ઞાનિક ટેકનોલોજી એન્જિનિયર ઇલેક્ટ્રોનિક વિગેરે વિગેરે પ્રોજેક્ટ ના અભ્યાસ સાથે જ્ઞાન પ્રાપ્ત કરી પોતાનું અને પોતાના પરિવારનું સમાજનું દેશનું ગૌરવ બની રાષ્ટ્રહિત સમાજ હિત ક્ષેત્રે સામાજિક પરિવારિક જ્ઞાન પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે શબ્દના જ્ઞાનનો અભ્યાસ કરી સંઘર્ષ કરી સફળતાની સીડી પ્રાપ્ત કરવાના પ્રયાસો કર્યા છે ત્યારે તાજેતરમાં જ રાજકોટ ખાતે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે પ્રોજેક્ટ મા 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં એન્જિનિયરિંગ માં છેલ્લા પ્રોજેક્ટમાં પ્રથમ ગ્રુપ મા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી મુસ્લિમ પઠાણ સોહિલ ખાન અયુબ ખાન નાના એવા પ્રતાપગઢમાં નાની ઉંમરમાં મોટો પ્રકાશ આપ્યો છે જેની જાણવા મળતી વિગત એવી છે કે ઈલેક્ટ્રીક એન્જિનિયરિંગ માં કુલ 15 ગ્રુપ ના વિદ્યાર્થીઓએ નવા નવા પ્રોજેક્ટ બનાવ્યા હતા જેમાં એક ગ્રુપમાં ત્રણ વિદ્યાર્થીઓ એમ કુલ 45 વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટમાં ભાગ લીધો હતો જેમાં પ્રથમ ગ્રુપના દ્વિતીય સ્થાને વાંકાનેર તાલુકાના પ્રતાપગઢના સોહિલ ખાન અયુબ ખાન પઠાણ સ્થાન પ્રાપ્ત કરી નાના એવા પ્રતાપગઢ અને સમાજનું ગૌરવ વધાર્યું છે જેને સારા પ્રોજેક્ટ અંતર્ગત શિલ્ડ સર્ટી સાથે સન્માનિત કરવામાં આવેલ જેથી સમગ્ર ગામજનો અને સમગ્ર મુસ્લિમ સમાજ સગા સંબંધી સહિત પ્રતિષ્ઠ વ્યક્તિઓ શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here