મીડિયાના અહેવાલ નો પડઘો બોરું ટનિંગ વિસ્તારમાં સ્પીડ બ્રેકર મુકાયા. સાઈન બોર્ડ મુકવા માંગ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

તાજેતરમાં જ બોરૂ ટનિંગ વિસ્તાર અને આસપાસ આવેલ રેફરલ હોસ્પિટલ અને સર્કીટ હાઉસ તથા આઈ ટી આઈ તરફ જતા દરમ્યાન સંખ્યાબંધ અકસ્માતો સર્જાયા છે અને ઘણા બધા લોકો ને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. કાતોલ ખાતેની ગ્રામ સભામાં પણ રસ્તા બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો ત્યારે કાલોલ તરફ આવતા હાઇવે પર સંભવિત અકસ્માત ઝોનનાં બોર્ડ મૂકવા ઉપરાંત સ્પીડ બ્રેકર ની પણ જરૂરિયાત નો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવેલ.આ ઉપરાંત બોરૂ, કાતોલ અને ભાદરોલી નાં સરપંચ સહિત એક સ્થાનીક પત્રકારે રસ્તા બાબતે મામલતદાર કચેરીએ કેસ પણ દાખલ કરેલ જેના પરીણામે આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા છે જેને પરિણામે સ્થાનિકો એ રાહત નો શ્વાસ લીધો છે ત્યારે રોડ ની બીજી બાજુ પણ સ્પીડ બ્રેકર મુકાય તે પણ જરૂરી છે અને તે અંગેના સાઈન બોર્ડ અને પટ્ટા મુકવા ની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here