કવાંટ તાલુકાના વિદ્યાર્થીઓને પૂરતી બસ સુવિધા ના મળતા આજરોજ કવાંટની નસવાડી ચોકડી ઉપર વિદ્યાર્થીઓએ એસ ટી બસો રોકી આંદોલન છેડ્યું

કવાંટ, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

બસ સુવિધા પુરતી ન મળવાના કારણે વિદ્યાર્થીઓ રોસે ભરાયા હતા જેને લઇ આજરોજ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ
એસ ટી બસ તંત્ર સામે ભારે સૂત્રોચાર કરી હોબાડો મચાવ્યો હતો.
પૂરતી બસ સુવિધા ના મળતા વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં આવું પડે છે ખાનગી વાહનોમાં આડેધડ પેસેન્જર ભરાતા હોવાથી વિદ્યાર્થીઓને જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બનવું પડે છે
જે અંગેની છોટાઉદેપુર એસટી બસ વિભાગના અધિકારીઓ નોંધ લે તે જરૂરી છે.
અગાઉ માર્ચ માં આવતી પરીક્ષા ને લઇ બસ સુવિધા પુરતી ન મળે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here