કવાંટ તાલુકાના ઉંડવા ગામેથી કુલ કિં.રૂ.૬૩,૬૦૦/- ના પ્રોહિમુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૫,૬૮,૬૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી કવાંટ પોલીસ

કવાંટ, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

સંદીપ સિંહ સાહેબ પોલીસ મહાનિરિક્ષક વડોદરા રેન્જ તથા આઇ.જી.શેખ સાહેબ પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જિલ્લા ના તમામ થાણાઅમલદાર નાઓને સુચના કરેલ જે અન્વયે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પો.સ.ઇ. એમ.એચ.નિસરતા નાઓ તેઓના સ્ટાફના માણસો કવાંટ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા જે દરમ્યાન તેમને મળેલ બાતમી હકીકત આધારે મોજે ઉંડવા ગામે નાકાબંધી કરી એક સફેદ કલરની સુઝુકી કંપની સીફ્ટ ડીઝાઈર ગાડી નંબર GJ-06-PL-9061 ની અંદર ગેરકાયદેસર વગરપાસપરમીટે લઈ જવાતો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ બિયર ની કુલ બોટલ નંગ – ૨૬૪ કિ.રૂ. ૬૩૬૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા સદરી પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ સુઝુકી કંપની સીફ્ટ ડીઝાઈર ગાડી નંબર GJ-06-PL-9061 ની કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- તથા પકડાયેલ આરોપી રફીકભાઈ સલીમભાઈ મેમણ નાઓની અંગ ઝડતી દરમ્યાન મળી આવેલ વિવો કંપોનીનો સ્માર્ટ મોબાઇલ નંગ -૧ કિ.રૂ. ૫૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૫,૬૮,૬૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી રફીકભાઈ સલીમભાઈ મેમણ ઉવ. ૩૦ ધંધો ડ્રાઈવીંગ રહે. પાણીગેટ કુરેશી હોલની પાછળ, સીટી પોલીસ સ્ટેશનની પાસે, માંડવી રોડ, વડૉદરા શહેર નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કવાંટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ હાથ ધરેલ છે. આમ આમ કવાંટ પોલીસ ને પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધવામાં સફળતા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here