ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓની કાર્યક્ષમતા વધારવા અને વ્યવસાયિક પ્રવૃતિઓમાં વૈવિધ્ય લાવવા માટે સરકારશ્રી દ્વારા મોડેલ બાયલોઝ તૈયાર કરાયું

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

મોડેલ બાયલોઝનો અમલ કરવા પંચમહાલ જિલ્લાની તમામ ધિરાણ સહકારી મંડળીઓને કરાયો અનુરોધ

પંચમહાલ જિલ્લાની તમામ પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓના (પેક્સ) અંતર્ગત ચેરમેનશ્રીઓને જણાવવામાં આવે છે કે, પેક્સ મંડળીઓની કાર્યક્ષમતા વધારવા અને ગ્રામ્ય સ્તરે વધુ જીવંત બનાવવા માટે તેમની વ્યવસાયિક પ્રવૃતિમાં વૈવિધ્ય લાવવા માટે સરકારશ્રી દ્વારા મોડેલ બાયલોઝ તૈયાર કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાની દરેક પેક્સ મંડળીઓએ મોડેલ બાયલોઝનો અમલ કરવા વાર્ષિક/ખાસ સાધારણ સભામાં ઠરાવ પસાર કરી પેટાનિયમ સુધારા દરખાસ્ત જિલ્લા રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગોધરાની કચેરીને ૩૧ ઓગષ્ટ-૨૦૨૩ સુધીમાં મોકલી આપવા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here