પંચમહાલ જિલ્લામાં ૭૭માં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજ્યમંત્રીશ્રી ભિખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને યોજાશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો

જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું

આગામી તા. ૧૫ મી ઓગસ્ટ-૨૦૨૩, આઝાદીના ૭૭માં સ્વાતંત્ર્ય રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાકક્ષાની ઉજવણીમાં રાજ્યના મંત્રીશ્રી ભિખુસિંહજી પરમારની વિશેષ ઉપસ્થિતિ ઉજવનાર છે જેને અનુલક્ષીને આજરોજ હાલોલ તાલુકાના વી.એમ.શાહ હાઇસ્કુલના મેદાન ખાતે જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું હતું.

સમગ્ર કાર્યક્રમના રિહર્સલમાં પોલીસ જવાનો દ્વારા પરેડ, વિવિધ શાળાઓના વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના અવસરોના રિહર્સલનું જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારે ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યાં હતા.જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

આ રિહર્સલ તથા નિદર્શનમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,હાલોલ પ્રાંત અધિકારીશ્રી મયુર પરમાર સહિત વિવિધ સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here