છોટાઉદેપુર જીલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન કરના ટેક્ટર પકડી પાડી તેઓ વિરૂધ્ધ કાર્યવાહી કરતી જીલ્લા ટ્રાફિક પોલીસ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

શ્રી.સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જીલ્લામાં નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી નુ ખનન થતુ હોય જે અટકાવવા સારું કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે શ્રી વિ.એન.ચાવડા પો.સ.ઇ.જીલ્લા ટ્રાફિક શાખા તેમજ ટ્રાફિક શાખાના પોલીસ સ્ટાફ સાથે રાખી તા.૧૧/૦૫/૨૦૨૩ના રોજ ઝોઝ પોસ્ટે વિસ્તારમાં કેવડી પાસે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ જે દરમ્યાન ગેરકાયદેસર રેતીનુ ખનન કરતા કુલ ટ્રેકટર નંગ ૧૦ ટ્રોલી સાથે * મળી આવેલ હોય જેઓ પાસે રોયલ્ટી ન હોઇ જેથી ટ્રેકટર નંગ ૧૦ ટ્રોલી સાથે કબ્જે કરી ઝોઝ પોસ્ટ માં સોપવામાં આવેલ મ છે તેમજ ભુસ્તર શાસ્ત્રી અધીકારીશ્રી છોટાઉદેપુર નાઓ ને આગળ ની કાર્યવાહી કરવા રિપોર્ટ કરવામાં આવેલ છે. કામગીરી કરનાર પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી
(૧) વિ.એન.ચાવડા પો.સ.ઇ. જીલ્લા ટ્રાફિક શાખા (૨) એ.એસ.આઇ નવીનભાઇ કડકીયાભાઇ બ.નં૧૬૬ (૩) આ.હે.કો દીનેશભાઇ જંગુભાઇ બ.નં ૯૫૧ (૪) પો.કો હનીફભાઇ રફિકભાઇ બ.નં- ૦૭૬

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here