કોવિડ 19 ની મહામારી સામે સાવચેતી રાખવા માટે તિલકવાડાં નગરમાં સરકારી કર્મચારીઓ દ્વારા શપથ લેવામાં આવી

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

કોરોના મહામારી ને રોકવા અંગે ચલાવવામાં આવેલા જન આંદોલન ના ભાગરૂપે તિલકવાડાં નગરમાં મામલતદાર કચેરી.તાલુકા પંચાયત તથા પોલીસ સ્ટેશન સહિત ની અન્ય કચેરીઓના કર્મચારીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા,
દેશભર માં કોવિડ 19 ના સંક્રમણ ને રોકવા માટે અને તેનાથી બચવાના ભાગરૂપ જાગરૂકતા અભિયાન જારી કરવામાં આવ્યું છે જ્યાં ભારત સરકાર દ્વારા દેશભાર માં વિવિધ રાજ્યો માં જન આંદોલન ના કાર્યક્રમ નું આયોજન કરી ને લોકો માં જાગરૂકતા લાવવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે તિલકવાડાં પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ.અજીતસિંહ પરમાર સાથે પોલીસ કર્મીઓ દ્વારા તથા તાલુકા પંચાયત માં તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ બરજોડે ની સાથે તાલુકાપંચાયત ના કર્મચારીઓ અને મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર સંજય વસાવા તથા મામલતદાર કચેરી ના તમામ કર્મચારીઓ દ્વારા કોવિડ 19 ની મહામારી ને રોકવા માટે અને તેના થિ બચવાના ભાગરૂપે શપથ ગ્રહણ કરવામાં આવ્યું,
જેમાં માસ્ક પહેરવું .છો ફૂટ ની દુરી રાખવી સેનેટાઇઝર નો ઈસ્તમાલ કરવો .વારંવાર હાથ ધોવા અને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાઈ તેવા ઉપાયો નું પાલન કરવા જેવી વિવિધ જાણકારી આપી ને શપથ ગ્રહણ કરવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here