પંચમહાલ : વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતે મરણ જનાર વ્યક્તિના સ્વજનોની શોધખોળ કરતી પોલીસ…

વેજલપુર,(પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

મળતી વિગતો મુજબ ઉપરોક્ત ફોટાવાળા વ્યક્તિનુ ગઈકાલ તા .૧૩ / ૦૫ / ૨૦૨૨ ના બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં મહેલોલની મુવાડી ગામે રોડ ઉપર કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા શરીરે ઈજાઓ થયેલ છે જેને ડાબા પગે તથા જમણ હાથે તેમજ માથાના ભાગે ઈજાઓ થયેલ છે અને તે મરણ ગયેલ છે સદર બાબતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં વેજલપુર પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૨૦૭૦ ૭૬૨૨૦૨૨૭/૨૦૨૨ ઈ.પી.કો.ક .૨૯૭,૩૦૪ ( ૨ ) તથા એમ.વી.એક્ટ ૧.૧૭૭,૧૮૪,૧૮૭ મુજબનો ગુન્હો દાખલ કરવામા આવેલ છે . ઉપરોક્ત મરણજનાર વ્યક્તિ હાલ સુધી ઓળખાયેલ નથી જેના મોઢા ઉપર સફેદ , કાળા કલરની લાંબી દાઢી છે શરીરે પીળા કલરનો શર્ટ તથા વાદળી કલરનુ પેન્ટ પહેરેલ છે અને જેની ઉંમર આશરે ૬૦ થી ૬૫ વર્ષના ગાળાની છે.ઉપરોક્ત મરણજનાર અજાણી વ્યક્તિની ઓળખ બાબતે કઈપણ માહિતી મળી આવે તો અત્રેના વેજલપુર પોલીસ સ્ટેશનના નીચે જણાવેલ ફોન મોબાઈલ નંબર ઉપર કરવા વિનંતી છે . વેજલપુર પો.સ્ટે : – ૦૨૬૭૬-૨૩૪૬૩૩ પો.સ.ઈ.શ્રી.એ.એમ.બારીઆ : – ૯૯૨૫૪૫૭૪૭૪

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here