કાલોલમાં કોરોના સામે લડત આપવા માટે વહીવટી તંત્ર સુસજ્જ, ૨૩ ટીમો શહેરના તમામ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ શહેર તથા તાલુકામાં વધતા કોરોના ના કેસો ને કારણે જિલ્લાનું વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં નાયબ કલેકટર ની ઉપસ્થિતિ એક મીટીંગ કરવામાં આવેલ જેમાં ડોર ટુ ડોર સર્વે માં સહકાર આપવા માટે અપીલ કરવામાં આવેલી જે મુજબ આજરોજ શનિવાર સવારે કાલોલ મામલતદાર અધ્યક્ષતામાં ૨૩ જેટલી ટીમો બનાવી કાલોલ શહેરના તમામ વિસ્તારોમાં સતત પાંચ દિવસ સુધી ડોર ટુ ડોર સર્વે કામગીરી હાથ ધરવામાં આવશે આ સર્વેની ટીમમાં નોડલ અધિકારી તરીકે વર્ગ 2ના અધિકારી ઓ ફરજ બજાવશે તથા સુપરવાઇઝરની ત્રણ ટીમો જેમાં બી.આર.સી સી.આર.સી.અને બી.એલ.ઓ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવશે આ ઉપરાંત નગરપાલિકાની એક ટીમ ઉપસ્થિત રહેશે જે ટીમ નગરપાલિકાના વોર્ડ ની માહિતી આપશે આ ઉપરાંત આશાવર્કરો ની ટીમ પણ ઉપસ્થિત રહેશે ડોર ટુ ડોર સર્વે માં શરદી ,ખાંસી ,તાવ વાળા ની યાદી બનાવવામાં આવશે અને કોરોના ના પ્રાથમિક લક્ષણો જણાય તો તેના માટે એન્ટીજન ટેસ્ટ માટેના ત્રણ કેન્દ્રો રાવળ ફળિયા પ્રાથમિક શાળા, કાલોલ કુમાર શાળા અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે બનાવવામાં આવ્યા છે સદર ટીમ ની સાંજે ૫:૦૦ કલાકે એક બેઠક મળશે અને તેમાં દિવસભરના સર્વેના કરેલાં કામોની સમીક્ષા કરશે તેનું રિપોર્ટિંગ કરશે આમ જિલ્લા વહીવટી તંત્રની સુચના અને માર્ગદર્શન મુજબ કાલોલ નું વહીવટીતંત્ર કોરોના સામે લડત આપવા કટિબદ્ધ બન્યું હોવાનું જણાઈ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here