વેજલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ દ્વારા માર માર્યો હોવાના આક્ષેપ સહિત જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને રજૂઆત…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના કાદવીયા ગામના રહીશ શંકરભાઈ બળવંતભાઈ બારીયા કે જેઓ વેજલપુર ગામ ની બેંકમાં ગત તારીખ ૨૯ ના રોજ નાણાકીય લેવડદેવડ માટે ગયા હતા તે દરમિયાન તેઓ બેંક માં પહોચી માસ્ક ઉતારીને પોતાના ખિસ્સામાં મૂકેલ તે દરમિયાન ફરજ બજાવતા હોમ ગાર્ડ દ્વારા માસ કેમ નથી પહેર્યો એવું કહીને પોલીસ સ્ટેશને લઈ જતા નિયમ મુજબ રૂપિયા ૧૦૦૦ નો દંડ પણ ભરી દીધેલો અને તેની પાવતી પણ લીધેલ તેમ છતાં પણ વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ શંકરભાઈને શરીરના પાછળના ભાગમાં ૪૦ થી વધુ દંડા અમાનુષી રીતે સખત રીતે મારી દીધેલા તેવી લેખિતમાં રજૂઆત જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડાને કરવામાં આવી હોવાની વિગતો મળી છે. પોલીસના આ મારને કારણે શંકરભાઈ ના બેસવાની તેમજ સુવાની તકલીફ પડતા તેઓએ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દવા સારવાર કરાવવા માટે દાખલ થયેલા હતા જ્યાં સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર ગોધરા ટાઉનને યાદી કરી ને મેડિકો લીગલ કાર્યવાહી કરવા માટેની યાદી ગત તા ૩૧ ના રોજ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.શંકરભાઈ બળવંતભાઈ બારીયા હજુ પણ ગોધરા ખાતે સારવાર હેઠળ છે તેમના પરિવારજનોએ આજરોજ અધિક જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી સદર બાબતે જવાબદાર પીએસઆઇ ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની રજૂઆત કરી આવેદન પત્ર આપ્યું વિગતો મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here