કાલોલ રામનાથ ગોમા નદિમાં ખાણખનિજ વિભાગે દરોડો પાડી રેતી ભરેલું ટ્રેકટર ઝડપી પાડ્યું

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ તાલુકા માંથી પસાર થતી ગોમાનદીમાં ખનિજ માફીયાઓ દ્વારા બેફામ રીતે રેતી ઉલેચવા માં આવી રહી છે. જ્યારે આવાં ખનિજ માફીયાઓ સામે જિલ્લા ખાન ખનિજ વિભાગ દ્વારા લાલ આંખ કરી કાલોલ ના રામનાથ ગોમા નદિમાં મંગળવારે દરોડો પાડી અંદાજીત ચાર મેટરીકટન સાદી રેતી ભરેલ પાસ પરમીટ વગરનું ટ્રેક્ટર ખાણખનિજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. ખાણખનિજ વિભાગ ના અધિકારીઓ દ્વારા ઝડપી પાડેલ રેતી ભરેલ ટ્રેક્ટર સહિત કુલ પાંચ લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કરી કાલોલ મામલતદાર કચેરી ખાતે સિઝ કરવામાં આવ્યો હતો.જિલ્લા ખાણખનિજ વિભાગ દ્વારા ટ્રેક્ટર માલિક ની તપાસ હાથ ધરવામાં આવતાં ગેરકાયદેસર રેતી ખનન કરતાં ટ્રેક્ટર ના માલિક નું નામ પરવતસિંહ રાઠોડ નું હોવાનુ બહાર આવ્યુ હતું.જોકે ખાનખનિજ દ્વારા ઝડપી પાડેલ ટ્રેક્ટર નાં માલિક ને ગેરકાયદેસર રેતી ખનન કરવા સામે અંદાજીત રૂા.૪૫,૦૦૦/- ઉપરાંત નો દંડ ભટકારવામાં આવ્યો છે. બોક્ષ:- ઉલ્લેખનીય છે કે જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા કાલોલ શિશું મંદિર પાછળ પણ દરોડો પાડવામાં આવ્યો હતો.પરંતુ ખનિજ માફીયાઓને અગમ ચેતના મળી જતાં ભુમાફીયાઓમાં હડકંપ મચી ગઇ હતી. ખાનખનિજ વિભાગ પોહચે તે પહેલાં ભુંમાફીયાઓ છુમંતર થઈ જતાં હોય છે. બોક્ષ:- જોકે કાલોલ ગોમાનદિમાં શિશુ મંદિર પાછળના ભાગમાં આવેલા અંતરીયાળ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવે તો રેતી નો મોટો પાયા પર એકત્રિત કરવા આવેલ પુરવઠો મળી આવે તેમ છે. જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા સત્વરે કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉપસ્થિત થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here