કાલોલ પોલીસ દ્વારા સ્કુલ બેગમાં દારૂની બોટલોની હેરફેર કરતા એક ઈસમની અટકાયત

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ ગુરુવારે સાંજના પેટ્રોલિંગમાં હતા તે સમયે ખાનગી બાતમી તરફથી બાતમી મળી કે કાલોલના લાલ દરવાજા વિસ્તારમાં સ્કૂલ બેગની અંદર દારૂની બોટલો લઇને એક શખ્સ ફરી રહ્યો છે જેથી પોલીસે પંચો ને સાથે રાખી સ્થળ ઉપર જઈ પોલીસે તપાસ કરતા સ્કૂલ બેગની અંદર ૧૮૦ મી.લી ની રોયલ સિલેક્ટ ડીલક્ષ વિસ્કીના પ્લાસ્ટિકના ચાર બોટલો મળી આવેલ ઈસમ નું નામ પુછતા જયપાલસિંહ જીતેન્દ્રસિંહ મકવાણા તુલસી વિલાસ સોસાયટી મુ મોડાસા જિલ્લો અરવલ્લી નો હોવાનું જણાવ્યું હતું તેની પાસે આ બોટલો અંગેની પાસ પરમીટ માંગતા તે કોઈ આધાર પુરાવા રજુ કરી શક્યો ન હતો પોલીસે તેની ગુજરાત પ્રોહી સુધારા અધિનિયમ ૨૦૧૬ ની કલમ ૬૫ એ એ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here