સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ સંલગ્ન ગરુડેશ્વર વિયર ડેમના નિર્માણમા ટેકનિકલ ખામી અંગે વડાપ્રધાનને સાંસદ મનસુખએ લખ્યો પત્ર

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

વિયર ડેમથી નર્મદા નદી કિનારેના ઐતિહાસિક પૌરાણિક મંદિરોને થતાં નુકશાનની વડાપ્રધાનને જાણ કરાઇ

નર્મદા ડેમ અને વિયર ડેમમા પોતાની જમીનો આપનારા આદિવાસીઓ રોજગારી થી વંચિત હોવાનો પણ સાંસદના પત્રમા ઉલ્લેખ

નર્મદા જીલ્લાના ગરુડેશ્વર ખાતે બનાવવામા આવેલ સટેચયુ ઓફ યુનિટી પ્રોજેક્ટ સંલગ્ન વિયર ડેમના નિર્માણમા ટેકનોલોજીકલ ખામી સર્જાઇ હોયને ગરુડેશ્વરની આસપાસના વિસ્તારમાં આવેલ ઐતિહાસિક પૌરાણિક મંદિરો સહિત ખેડુતોની જમીનોને નુકશાન થતા સાંસદ મનસુખભાઈ વસાવાએ વડાપ્રધાન મોદીને પત્ર લખી પોતાની વેદના ઠાલવી છે.

સાંસદ મનસુખભાઈ વસાવાએ વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે વિયર ડેમના લીધે ઉપરવાસ માંથી નર્મદા ડેમ માથી છોડાતું પાણી જયાંરે આવે છે તો બન્ને કાંઠે જમીનોને ભારે નુકસાન પહોંચેલ છે. ખેડુતોની જમીનો ના ભારે ધોવાણ થયા છે.
મહારાણી અહલ્યા ઘાટ જે ગરુડેશ્વરના દત્ત મંદિર પાસે હતુ તે પાણીના તેજ વહેણમાં વહી ગયુ છે. નદી કાંઠેના અન્ય મંદિરો ને ભારે નુકસાન થતા તેમજ આદિવાસી બાળકોની ધોરણ 1 થી 8 સુધીની શાળાની દિવાલ અને શૌચાલયો નદીના વહેણમા તણાઈ ગયાં છે. નર્મદા પુરાણમા ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ છે ત્યા જયા પરિક્રમા વાસીઓ રોકાય છે એ જમીનના પણ ધોવાણ થયેલ છે.

આજરીતે જો પરિસ્થિતિ રહી તો આવનાર સમયમાં અન્ય મંદિરો સહિત ખેડુતોની જમીનોને ભારે નુકસાન થવાની શકયતાઓ છે જેથી સાંસદ મનસુખભાઈ વસાવાએ વિયર ડેમની બન્ને બાજુ એક એક કિલોમીટરની દિવાલો બનાવવા વડાપ્રધાનને પત્ર પાઠવી રજુઆત કરી છે.

આ ઉપરાંત નર્મદા ડેમ સહિત વિયર ડેમમા પોતાની જમીનો આપનારા આદિવાસી ઓ પોતાના રોજગાર માટે ચિંતિત છે જમીનો ગઇ તેમને રોજગાર નથી મળ્યા જેથી તેમનામા અસંતોષ ફેલાયો છે જેથી તેઓને રોજગારીના અવસરે પ્રદાન કરાવાની પણ રજુઆત પત્રમા કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here