કાલોલ પોલીસે વહેલી સવારે દારૂ ભરીને જતા પીક અપ વાન સહિત છ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ પોલીસના પીએસઆઇ એમ એલ ડામોર તથા પીએસઆઇ કે.એચ કારેણા મોબાઈલ નાઈટ પેટ્રોલિંગમાં હતા કે દરમિયાન મંગળવારની વહેલી સવારે પીએસઆઇ ડામોર ને ખાનગી બાતમી મળેલ કે એક સફેદ કલરની બોલેરો ગાડી માં દારૂનો જથ્થો ભરી મલાવ થી અલવા જવાના રસ્તે અલવા થી કંડાચ ગામે નીકળતા રોડ ઉપરથી બેઢીયા ગામે જવાની છે અને આ મુદ્દામાલ બેઢીયા ગામના યોગેશભાઈ નટુભાઈ ચૌહાણે મંગાવ્યો છે. જે બાતમીના આધારે મોબાઈલ નાઈટ પેટ્રોલિંગમાં એ.એસ.આઈ અશ્વિનભાઈ ને સગર બાતમી મળતા તેઓએ અલવા થી કંડાચ જવાના રોડ ઉપર નાકાબંધી કરેલી પોલીસે બાતમી વાળી ગાડી આવતા બેટરીથી ગાડી થોભાવવાનો ઈશારો કરતા ગાડી ચાલકે ગાડી અંદર જવાના રોડ ઉપર ભગાવી હતી જ્ઞાન રોડની સાઈડમાં ગાડી ભગાવવા જતા રોડ સાઈડ પર વળાંક માં ગાડી ખાડામા ઉતરી જતા તેનો ચાલક ગાડીમાંથી નીકળીને બાજુમાં આવેલા નીલગીરીના ખેતરોમાં થઈ ઝાડી ઝાંખરામાં થઈ ને ભાગી ગયેલો જેની શોધખોળ કરતા તે મળીઆવેલો ન હતો. પોલીસે બોલેરો પિકઅપ ડાલા જીજે.૧૭ એ.એચ.૧૩૨૦ ની નજીક જોતા તેમાં પાછળના ભાગે અને આગળના ભાગે ખાખી કલર ના પૂઠા ના બોક્ષ માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જોતા રાત્રીનો અંધકાર હોવાથી બોલેરો ગાડી જથ્થા સહિત પોલીસ સ્ટેશનમાં લાવી પંચો રૂબરૂ તેમાં જોતા રોયલ સિલેક્ટ ૧૮૦ મી.લી ના કવાટરીયાની પેટી ૫૨ જેમા કુલ નંગ ૨૪૯૬ કીંમત રૂ. ૨,૪૯,૬૦૦/ તથા માઉન્ટ ૬૦૦૦ બ્રાન્ડનો બિયર ૫૦૦ મી.લી ની ચાર પેટી કુલ નંગ ૯૬ જેની કિંમત રૂ.૧૧,૦૪૦/ એ મળીને કુલ રૂ.૨,૬૦,૬૪૦/નો દારૂ બિયરનો જથ્થો તથા બોલેરો ગાડી રૂ.૩,૫૦,૦૦૦/ એમ મળીને કુલ રૂ ૬,૧૦,૬૪૦/ની કિંમતનો પ્રોહીબીશન મુદ્દામાલ ઝડપી પાડી યોગેશભાઈ નટુભાઈ ચૌહાણ રે બેઢીયા તાલુકો કાલોલ તથા મહિન્દ્રા બોલેરો ગાડી ચાલક તથા ગાડીનો માલિક એમ કુલ ત્રણ ઈસમો સામે એકબીજાના મેળાપીપણામાં પ્રતિબંધિત વિસ્તારમાં વિદેશી દારૂ નો જથ્થો મંગાવી હેરફેર કરવા બદલ પ્રોહીબીશન એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેની તપાસ કાલોલના પીએસઆઇ એમ એલ ડામોર દ્વારા શરૂ કરવામાં આવી છે અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here