ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર ૩ ની પેટા ચૂંટણી માટે જીતના સમીકરણો સાથે”આપ” દ્વારા પ્રતિષ્ઠિત મહિલા ઉમેદવાર રમીલાબેન ગજ્જર ને મેદાનમાં ઉતાર્યા

ગોધરા, (પંચમહાલ)/ચારણ એસ વી :-

વોર્ડ નંબર ૩ ના પ્રિય શહેરીજનો રમીલાબેનને પોતાનો મત આપી ચોક્કસ જીતાડશે: જિલ્લા પ્રમુખ

ગુજરાતમાં નગરપાલિકાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઇ છે અને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર ૩ ની પેટા ચૂંટણી માટે આજે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
સૌ પ્રથમ આમ આદમી પાર્ટી ના ઉમેદવારનું ફોર્મ ભરાયું છે. “આપ” ના પદાધિકારીઓ સાથે રમીલાબેન ગજ્જરે પોતાની ઉમેદવારી નોંધાવી છે અને ચૂંટણી અધિકારીને ફોર્મ ભરીને આપ્યું છે.
આમ આદમી પાર્ટી પંચમહાલ ના જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆ સાથે પાર્ટીના વિવિધ પદાધિકારીઓ જોડાયા હતા. આ બાબતે જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ ના શહેરીજનો આ વખતે ભાજપ ને વોટ આપવાના નથી અને કોંગ્રેસ ને સ્વિકારતી નથી. કારણ કે નગરપાલિકામાં ભાજપ છે છતાં વોર્ડની સમસ્યાઓ ઉકેલાતી નથી. ગટર વ્યવસ્થા અને સાફ સફાઈ નો મોટો પ્રશ્ન છે તેના તરફ વોર્ડના સભ્યો ધ્યાન આપતા નથી તેથી આ વખતે આમ આદમી પાર્ટીને વોટ આપીને જીતાડવાનુ નક્કી કર્યું હોવાનું જાણવા મળે છે ત્યારે અમે વોર્ડ નંબર ત્રણ માં જીતના સમીકરણોને ધ્યાનમાં રાખીને રમીલાબેન ગજ્જર ને મેદાનમાં ઉતાર્યા છે. હવે અમે પ્રિય શહેરીજનો ને વિનંતી કરીએ છીએ કે, એક વાર અમને (‘આપ’ને) વોટ આપો અને તક આપો. આમ આદમી પાર્ટીના ઉમેદવાર એ એક સામાન્ય પરીવારના અને સામાન્ય વર્ગના છે. તેઓ શિક્ષિત, સમજદાર અને પ્રતિષ્ઠિત છે. નાનામાં નાના નાગરીક ને માન સન્માન આપનારા છે અને સૌનું સાંભળનારા છે. આવા સામાન્ય પરિવારમાં થી આવતા બહેનને જીતાડો તેવી અપીલ અને વિનંતી કરવા ઘરે ઘરે પહોંચીશુ એમ જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆએ જણાવ્યું હતું.
ઉમેદવાર રમીલાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે વોર્ડ નંબર ત્રણ ના તમામ મતદારો મને પોતાનો કિંમતી મત આપશે અને સેવા કરવાની તક આપશે. મને સેવા કરવાની તક આપશો તો વોર્ડની જે પણ સમસ્યાઓ હશે તેને દુર કરવા સૌ સાથે મળીને કામગીરી કરીશું. હું એક સામાન્ય પરીવારમાંથી આવું છું તેથી તમામ સામાન્ય પરીવારજનો મને આવકારશે અને મત આપીને જીતાડશે તેવી આશા વ્યક્ત કરું છું અને વિનંતી પણ કરું છું તેમ કહ્યું હતું.
ફોર્મ ભરવા માટે જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆ, પ્રદેશ લઘુમતિ ઉપાધ્યક્ષ મહેબુબભાઇ, જિલ્લા મહામંત્રી આશીફભાઇ, જિલ્લા શ્રમિક સંગઠન પ્રમુખ વિજયભાઈ પરમાર, જિલ્લા યુવા પ્રમુખ આશિષભાઈ કામદાર, પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઇ પટેલ, જિલ્લા લઘુમતિ પ્રમુખ અમીનભાઇ, જિલ્લા વેપારી પ્રમુખ અજયભાઇ વસંતાની,,સંનિષ્ઠ કાર્યકરો રાજુભાઇ બારોટ, ઉસ્માનભાઈ, માસુમભાઇ, કિરીટભાઇ પરમાર સહિતના કાર્યકરો સાથે શુભ મુહૂર્તમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રમીલાબેન ગજ્જર નું ફોર્મ ભરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here