કાલોલ તાલુકાનુ ભાજપ સંગઠનનું નવુ માળખુ જાહેર, કાલોલના સિનિયર પત્રકાર જયવીર સિહ સોલંકીની પસંદગી આઈ ટી ઇન્ચાર્જ ધ્વરા નિમણૂક…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

આજે કાલોલ સહીત પંચમહાલ જિલ્લામાં ભાજપની નવી ટીમની જાહેરાત થતા જિલ્લાના રાજકીય વર્તુળોમાં કોણ આયા ની ચર્ચાએ જોર પકડ્યું

કાલોલ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આંતરિક સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. કાલોલ તાલુકા સહીત પંચમહાલ જિલ્લાના આંતરિક  હોદ્દાઓ જાહેર કરાયા છે.ભાજપનું નવું સંગઠન કાલોલ તાલુકા સહીત પંચમહાલ જિલ્લા ભાજપના નવા હોદ્દેદારો નિમાયા, નવી ટીમમાં યુવાનોને સ્થાન અપાયુ છે.કાલોલ ભાજપ દ્વારા પંચમહાલ જિલ્લાના હોદ્દેદારોના નામ નિમણૂક કરવામાં આવ્યા આજે પંચમહાલ જિલ્લામાં ભાજપની નવી ટીમની જાહેરાત થતા જિલ્લાના રાજકીય વર્તુળોમાં કોણ આયા ની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે નવી ટીમમાં મોટા પરિવર્તનની ઝલક દેખાઈ છે. જિલ્લા કાર્યાલએ તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ એકજુથ થઈ એકબીજાને અભિનંદન પાઠવ્યા અને આગામી તમામ ચૂંટણીમાં જીત માટે સંકલ્પબધ્ધ થયા હતા. ભાજપ પાર્ટી નવી ટીમમાં યુવાનો ને સ્થાન આપવામાં આવ્યું છે.તેમજ કાલોલ તાલુકા ઇન્ચાર્જ તરીકે સિનિયર પત્રકાર જયવીર સિહ સોલંકીની નિમણૂંક કરવામાં આવી છે.ભાજપ સંગઠન કેન્દ્રી પાર્ટી છે.ભાજપના સંગઠન હોદ્દાદારોનું સરકાર અને વહીવટી તંત્રમાં પણ ખાસ મહત્વ ધરાવતા હોય છે. મહત્વનું છે કે હવે નવી ટીમ જાહેર થઈ ગઈ છે અને આગામી તાલુકા પંચાયત અને નગરપાલિકા તેમજ વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો માટે જવાબદાર સાબિત થશે. પંચમહાલ જિલ્લા ભાજપની નવી ટીમ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પરામર્શ અને માર્ગદર્શન લઈ જાહેર કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here