કાલોલમા સર્વત્ર મેધ મહાર ગોમા નદી બે કાંઠે વહેતી થઈ…ઠેર ઠેર પાણી ભરાયા… હેલ્પ લાઈન નંબર જાહેર…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

શનિવારે સાંજ થી શરુ થયેલ વરસાદ ને કારણે કાલોલ તાલુકાના ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સમગ્ર ગુજરાત મા વરસી રહેલા વરસાદને પગલે વાતાવરણમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી કાલોલમાં ગોમા નદી બે કાંઠે વહેતી નજરે પડી હતી ત્યારે બે કાંઠે વહેતી નદી નો નજારો જોવા લોકો ઉમટી પડ્યા હતા કરડ નદીમા પણ નવા નીર આવ્યા કાનોડ ગામે થી પસાર થતી મેસરી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કાલોલ તાલુકાના અલાલી ગામના ચેકડેમ મા પાણી ઓવરફ્લો થઈ ગયા હતા બારેમાસ સુકી ભટ જોવા મળતી ગોમા નદી પાણી પાણી થી ભરપુર જોવા મળેલ મધવાસ ના શંકરપુરા ચોકડી પાસે પાણી ભરાઈ ગયાહતા અને પાણી નો કોઈ નિકાલ ન હોય સ્થાનિકો પરેશાન થઈ ગયા હતા.કાલોલ નગરમાં નગરપાલીકા પાસે, મામલતદાર કચેરી, કુમાર શાળા બીઆરસી ભવન અને ઉર્દૂ શાળા સહિત પાણી ભરાઈ ગયા હતા કાલોલ ની ગોમા નદી કિનારે આવેલા સ્વયંભુ સોમનાથ પાતાળેશ્વર મહાદેવના મંદિરે પાણી ભરાઈ જતા સમગ્ર ગર્ભગૃહ જળબંબાકાર બની ગયેલ જાણે વર્ષો બાદ મહાદેવજી નો જળાભિષેક કરવા ગોમા નદી આવેલ હોય તેવુ લાગી રહ્યુ હતુ કાલોલ મા રવિવાર સવાર સુઘી ૮૫ મી.મી વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ બપોર સુધી સતત ચાલુ રહેલ કાલોલ મામલતદાર કચેરી દ્વારા કોઇ પણ પ્રકારની પરિસ્થિતિ ને પહોંચી વળવા કમર કસી હેલ્પ લાઇન નંબર જાહેર કરેલ અને નદી કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારો મા રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here