કાલોલ તાલુકાના વેજલપુર ખાતે રોહિત સમાજનું વિશાળ સંમેલન યોજાયું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ તાલુકાના વેજલપુર ખાતે સાત પરગણા સમૂહ ૬૩૬ નું વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ત્રણ જિલ્લામાં પથરાયેલ અને ૧૫૦ ગામોમાં વિસ્તરેલ વિશાળ રોહિત સમાજના પરગણા બાવન, છત્રીસ,હવેલી,રાજવરા, નવ, કોઠંબા/૭,વરધરી /૭ નાં રોહિત સમાજના આગેવાનો,હોદ્દેદારો, સમાજના શુભ ચિંતકો,બૌદ્ધિક આગેવાનો,કર્મશીલ કાર્યકરો, શ્રેષ્ઠીઓ અને રોહિતસમાજ બંધુઓ સંત શિરોમણી શ્રી રોહિદાસજી મહારાજ અને આપણા સહુના મુક્તિદાતા, યુગપુરુષ ડો.બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને મૂર્તિમંત કરવા ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ગાંધીનગર ખાતે સંતશ્રી રોહીદાસ સેવા સમાજ (ગુજરાત) ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના રોહિત મહાસંમેલ ને સફળ બનાવવાના આયોજન માટે,નાણાકીય ભંડોળ માટે, ગાંધીનગર જવાના સાધનના આયોજન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.કાર્યક્રમ નો શુભારંભ સંત શિરોમણી રોહિદાસ મહારાજ અને ડૉ.બાબા સાહેબ આંબેડકરના ફોટાને ફુલહાર અર્પણ કરી કરવામાં આવ્યો હતો. સ્વાગત પ્રવચન સાત પરગણા સમૂહના ઉપપ્રમુખ એલ.ડી.જાદવે કર્યું હતું.કાર્યક્રમની રૂપરેખા અને નાણાકીય ભંડોળ તથા ગાંધીનગર જવાના આયોજન બાબતે વિગતે વાત સાત પરગણા સમૂહના પ્રમુખશ્રી કે.ડી.પરમારે કરી હતી.દરેક ગામ તથા પરગણામાંથી કેટલા માણસો ગાંધીનગર જવાના છે તેની યાદી અને સંખ્યા મેળવવામાં આવી હતી.તથા દરેક પરગણા દીઠ એકત્ર થયેલ ભંડોળની વિગત મેળવી હતી. આ પ્રસંગે દરેક પરગણા ના પ્રમુખશ્રીઓ કે આગેવાનોએ પોતાના પરગણા માંથી એકત્ર થયેલ ભંડોળ તથા સંમેલનમાં જનાર વ્યક્તિઓ ની વિગતો સાથે પોતાના આયોજનની વિગતે વાત કરી હતી.આ સંમેલનમાં ૬૩૬ રોહિત સમાજના કન્વીનર મહેન્દ્રભાઈ વાળા તથા મનુભાઈ રાઠોડ ઉપસ્થિત રહયા હતા તેમનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છથી પરગણા ના પ્રમુખશ્રીઓ કે આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.જેને સૌ એ હૈયાના હેતથી અને ઉરના ઉમળકાથી વધાવી લીધું હતું.બંને મહાનુભાવોએ રોહિત સમાજ સંમેલનના ઉદ્દેશો થી માહિતગાર કર્યા હતા.તથા આ સંમેલનથી સમગ્ર ગુજરાત રોહિત સમાજ એકતાના તાંતણે બંધાશે તથા ભવિષ્યમાં આ સંગઠન છેક ગામ લેવલ થી લઈ,શહેર,તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષા સુધી રચના કરશે તેવું જણાવ્યું હતું.આ ઉપરાંત આરક્ષણ,આવક મર્યાદા,વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન,સમગ્ર ગુજરાતના રોહિત સમાજનું એક બંધારણ,સામાજિક પ્રસંગોમાં કુરિવાજોની નાબુદી,તથા સમાજ પર થતા અત્યાચારો સામે લડત આપવાની કામગીરી કરશે તેવી સમજ આપી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ પરગણા પ્રમુખો,સાત પરગણા સમૂહના હોદ્દેદારો અને સમાજ બંધુઓનો આભાર માનવામાં આવ્યો હતો.વેજલપુર વસ્તી પંચ સહયોગ આપવા બદલ તેમનો પણ આભાર માનવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here