કાલોલ તાલુકાના દેલોલ ગામે કરીયાણાની દુકાનમાંથી રોક્ડ રૂપિયાની ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી જિલ્લા એલ.સી.બી પોલીસ

કાલોલ,(પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

ચોરીમાં ગયેલ રોક્ડા રૂ .૫૦,૦૦૦ / – ના પુરેપુરા મુદ્દામાલ સાથે એક ઇસમને પલાસા ગામેથી ઝડપી પાડયો

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.એન. પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ તે સુચનાના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન. પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને બાતમી હકિકત મળેલ કે , -લોકલ ક્પ ન u દેલોલ ગામે કરીયાણાની દુકાનમાંથી દુકાનદારની નજર ચુકવી દુકાનના કાઉન્ટરમાંથી રોકડા રૂ .૫૦,૦૦૦ / -ની ચોરીનો બનાવ બનેલ તે બનાવના કામે સી.સી.ટી.વી. ફુટેઝ તથા ટેકનીકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ટેકનીકલ ઢબે તેમજ બાતમીદારો રોકી તપાસ કરતા આ ચોરીમાં એજાજ ઉર્ફે અગ્ગો ઉર્ફે બોબડો રહેમતમીયા શેખ રહે . ચાકુતપુરા દરબાન ફળીયા કન્યા શાળાની પાછળ વડોદરા નાઓ સંડોવાયેલ હોવાની હકિકત તપાસમાં જણાઇ આવેલ જે આધારે . શ્રી આઈ.એ.સિસોદીયા પો.સ.ઈ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ કાલોલ તાલુકાના પલાસા ગામે ખાનગી વૉચ રાખી ઉપરોક્ત ચોરી કરવામાં સંડોવાયેલ એજાજ ઉર્ફે અગ્ગો ઉર્ફે બોબડો રહેમતમીયા શેખ રહે . યાકુતપુરા દરબાન ફળીયા કન્યા શાળાની પાછળ વડોદરા નાઓને તેઓના કબજાની એકટીવા નંબર જી.જે .૦૬ એમ.કયુ .૦૩૮૯ સાથે પલાસા ગામની ચોકડી પાસે ઝડપી પાડેલ અને તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી તથા એક્ટીવા ગાડીની ડીકીમાં સંતાડી રાખેલ રોક્ડા રૂપિયા ૫૦૦ ના દરની ચલણી નોટોનુ એક બંડલ રૂ .૫૦,૦૦૦ / મળી આવેલ અને તેને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા તેણે દેલોલ ગામે કરીયાણાની દુકાનમાં રતલામી સેવનું પડીકુ લેવા માટે ગ્રાહક બની ગયેલ અને દુકાનદારની નજર ચુકવી દુકાનના કાઉન્ટરમાંથી રૂપિયા ૫૦૦ ના દરનુ એક બંડલ રૂ .૫૦,૦૦૦ / -ની ચોરી કરી પોતાની ઉપરોક્ત નંબરની એક્ટીવા ઉપર બેસી નાસી ગયેલ તે ચોરીના રોક્ડા રૂપિયા હોવાની કબુલાત કરેલ જે અંગે તપાસ કરતા કાલોલ પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૨૦૭૦૩૬૨૨૦૩૧૬ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબનો ચોરીનો અનડીટેક ગુનો ડીટેકટ કરી સંપુર્ણ મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here