પંચમહાલ : વિદેશી દારૂના ખેપીયાઓને પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વેજલપુર પોલીસ

કાલોલ,(પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

વેજલપુર પોલીસ સ્ટેશન ટીમ દ્વારા ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની રોયલ સીલેક્ટ ડીલક્ષ વ્હીસ્કીના પ્લાસ્ટીકના ક્વાટરીયાની પેટીઓ નંગ -૩૮ ( ક્વાટરીયા નંગ -૧૮૨૪ ) કિ.રૂ .૧,૮૨,૪૦૦ / – તથા રોયલ સીલેક્ટ ડીલક્ષ વ્હીસ્કીના પ્લાસ્ટીકના હોલની પેટીઓ નંગ -૧૨ ( પ્લાસ્ટીકના હોલ નંગ -૧૪૪ ) કિ.રૂ .૫૭,૬૦૦ / – તથા મોબાઈલ ફોન નંગ -૨ કિ.રૂ .૫૫૦૦ / – તથા ઈનોવા ફોર વ્હીલ ગાડીની કિ.રૂ .૫,૦૦,૦૦૦ / – મળી કુલ રૂ .૭,૪૫,૫૦૦ / – ના મુદામાલ સાથે બે વિદેશી દારૂના ખેપીયાઓને ઝડપી પાડવામાં આવ્યા

પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ નાઓએ આપેલ સુચના મુજબ પોલીસ અધીક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા નાઓએ અત્રેના જીલ્લામાં દારૂની અસામાજીક પ્રવુતી નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના આધારે ના.પો.અધિ.શ્રી એચએ.રાઠોડ સાહેબ હાલોલ નાઓના માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશન પો.સ.ઈ.શ્રી એ.એમ.બારીઆ નાઓ પોલીસ માણસો સાથે પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે , પાંચપથરા બાજુથી અડાદરા તરફ એક ઈનોવા ગાડી નં . GJ – 23 – H – 9901 માં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી આવનાર છે.તેવી બાતમી આધારે પો.સ.ઈ.શ્રી એ.એમ.બારીઆ નાઓ પોલીસ માણસો સાથે અડાદરા બસ સ્ટેન્ડ પાસે નાકાબંધી કરી બાતમી મુજબની ઈનોવા ફોર વ્હીલ ગાડી GJ – 23 – H – 9901 ને પકડી પાડેલ જેમાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ છે . કબ્જે કરલ મુદ્દામાલઃ ( ૧ ) રોયલ સીલેક્ટ ડીલક્ષ વ્હીસ્કીના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ -૧૮૨૪ કિ.રૂ .૧,૮૨,૪૦૦ / ( ૨ ) રોયલ સીલેક્ટ ડીલક્ષ વ્હીસ્કીના પ્લાસ્ટીકના હોલ નંગ -૧૪૪ કિ.રૂ .૫૭,૬૦0 / + ( ૩ ) ઈનોવા ફોર વ્હીલ ગાડી લા 23 – H – 9901 કિ.રૂ .૫,૦૦,૦૦૦ / પકડાયેલ આરોપીઓને નામ ( ૧ ) ગંગારામ કસ્તુરા પુરોહિત ઉ.વ .૪૫ રહે પુરોહીત વાસ સાચોર તા.સાચોર જી.ઝાલોર રાજસ્થાન ( ૨ ) મહેશભાઈ લાલાભાઈ ચાવડા ઉ.વ.રર રહે.સાચોર શાંતીનગર કોલોની મુળરહે.સુરાચન તા.ઝાલોર જી.રાજસ્થાન પાર્ટ “ સી ” ઉપરોક્ત આરોપીઓ વિરુધ્ધમાં વેજલપુર પો.સ્ટે ગુ.ર.નં .૧૧૨૦૭૦૭૬૨૨૦૨૨૯ / ૨૦૧૨ પ્રોહી એકટ કલમ -૬૫ ( એ ) , ૬૫ ( ઇ ) , ૮૧ , ૯૮ ( ૨ ) , ૧૧૬ ( બી ) મુજબનો ગુન્હો દાખલ કરવામા આવેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here