કાલોલ તાલુકાના ઘુસર ગામે ગોમા નદીના કિનારે ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં યુવક યુવતીની લાશો મળી… પ્રેમી પંખીડા હોવાનું અનુમાન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

પોલીસ તપાસમાં યુવતી સગીર વયની અને યુવક કાલોલ તાલુકાના ખંડેવાળ ગામનો

કાલોલ તાલુકાના ઘુસર ગામ વિસ્તારની ગોમા નદી કાંઠા સ્થિત સ્મશાન પાસે સોમવારે સવારે એક બાવળના ઝાડની ડાળીએ ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવક યુવતીની લાશો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તપાસમાં બન્ને યુવક-યુવતી પ્રેમી પંખીડા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જે ધટના અંગે વેજલપુર પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો‌ મુજબ કાલોલ તાલુકાના ઘુસર ગામના મહાદેવ મંદિર પાછળની ગોમા નદીને કાંઠે આવેલા સ્મશાન પાસે સોમવારે સવારે એક બાવળના ઝાડની ડાળીએ ગળેફાંસો ખાઈને લટકતી હાલતમાં યુવક યુવતીની લાશો જોવા મળતા સીમમાં જતા આવતા ગ્રામજનો ચમકી ઉઠયા હતા જે ઘટના અંગે વેજલપુર પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવીને બન્નેના મૃતદેહોને નીચે ઉતારી બન્નેની ઓળખ છતી કરવાનો પ્રયાસ કર્યો હતો જે ઘટના અંગેની તપાસને આધારે મૃતક યુવતી સગીરવયની અને મૃતક યુવક સતીશ જાલમસિહ રાઠોડ કાલોલ તાલુકાના ખંડેવાળ ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પ્રાથમિક તપાસમાં યુવક યુવતી સંભવિત રીતે એકબીજાના પ્રેમસબંધમાં હોય બન્નેએ કોઈ અગમ્યકારણોસર પ્રેમ સંબંધનો કરુણ અંજામ આપતા ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણકારીને પગલે બંને મૃતકોના પરિવારજનોએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઓળખની પુષ્ટિ કરી હતી. જે ઘટના અંગે યુવતીના પિતાએ પોલીસ સ્ટેશન ખાતે તેમની સગીરા રવિવારે સાંજે ઘેર હતી અને રાત્રે અગિયાર વાગ્યા સુધી સ્કુલનું હોમવર્ક પણ કરતી હતી જે પછી સોમવારે સવારે બંને મૃત હાલતમાં જોવા મળ્યા હોવાની જાહેરાતને આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે ઘુસર ગામની સીમમાં ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળેલ યુવક સતીશ જાલમસિહ રાઠોડ અગાઉ પોતાના ખંડેવાળ ગામમાં એક યુવતી સાથે ભાગી જતા યુવતીને ભગાડી જવાની ફરિયાદને આધારે ૩૭૬ના ગુના હેઠળ પોલીસ કસ્ટડીમાં લીધો હતો, જે ઘટનાના અંતરાલ બાદ યુવક તેની બહેનની સાસરીમાં રહેતો હતો જ્યાં બહેનની સાસરીમાં સ્થાનિક સગીરા સાથે સંપર્કમાં આવ્યા પછી તેમના પ્રેમસંબંધનો છેવટે કોઈ અગમ્યકારણોસર કરુણ અંજામ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here